Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કનૈયાનંદ રાસોત્સવમાં પહેલા દિવસે જ બાળ ખેલૈયાઓ ખીલી ઉઠ્યા

સરગમ ચિલ્ડ્રન કલબ આયોજિત કનૈયાનંદ રાસોત્સવના પ્રથમ દિવસે જ બાળ ખેલૈયાઓએ ચાર ચાંદ લગાવી દીધા હતા.ટાગોર રોડ ઉપર નાગર બોર્ડિંગના ગ્રાઉન્ડમાં કનૈયાનંદ રાસોત્સવમાં ૪૦ જેટલા બોયઝ અને ગર્લ્સને ઈનામો આપવામાં આવ્યા હતા.

આ રાસોત્સવમાં તા.૧૧ને ગુરુવારે  બીજા નોરતે શ્રી ઉદયભાઈ કાનગડ(સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, રા.મ્યુ. કોર્પોરેશન), શ્રી કમલેશભાઈ મીરાણી (રાજકોટ શહેર ભાજપપ્રમુખ), શ્રી પી.આર. જાની (પ્રાંત અધિકારી (રાજકોટ-૧)), શ્રી મનોહરસિંહ જાડેજા (ડીસીપી ઝોન-૨), ડો.અમીતભાઈ હપાણી (કન્વીર, ડોકટર સેલ ભાજપ), વિજયભાઈકારિયા (લોહાણા અખિલ ગુજરાત સાંસ્કૃતિક ચેરમેન),  જીમ્મીભાઈ અડવાણી (પ્રમુખ, શિવસેના સૌરાષ્ટ્ર), અપૂર્વભાઈ મણીયાર (સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા શિશુ મંદિર, ટ્રસ્ટી), શ્રી લલિતભાઈ વડેરિયા (કન્વીનર, નાગરિક બેંક, રૈયા બ્રાન્ચ), તખુભા રાઠોડ (સામાજિક આગેવાન)વગેરેનો સમાવેશ થાય છે.

જયારે કાલે શુક્રવારે શ્રી ડો. રાહુલ ગુપ્તા (કલેકટર શ્રી, રાજકોટ જિલ્લા),  અરવિંદભાઈ રૈયાણી (ધારાસભ્યશ્રી, રાજકોટ), હરેશભાઈ વોરા (સમસ્ત જૈન સોશ્યલ ગ્રુપ, પ્રેસિડેન્ટ), મુકેશભાઈ દોશી (સેવાભાવી આગેવાન (ઢોલરા વૃધ્ધાશ્રમ)),  નીતિનભાઈ ખુંટ (અગ્રણી ઉદ્યોગપતિ), હરિભાઈ પટેલ (ક્રિષ્ના વોટરપાર્ક),  મનહરભાઈમજેઠિયા (સેવાભાવિ અગ્રણી), જગદીશભાઈ કોંગ્રેસ અગ્રણી) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે દર્શિનીબેન કથ્રેચા, દિવ્યાબેન ભટ્ટ, હેમલબેન ભટ્ટ, છાયાબેન દવે,

મીનાબેન ઠાકર, અલ્કાબેન કામદાર, હીનાબેન દવે સહિતના સેવા આપી રહ્યા છે. ૪૦,૦૦૦ વોટની સાઉન્ડ સિસ્ટમ  હમામ સાઉન્ડવાળાડી.જે. હાથી (લાઈનર) સંભાળી રહ્યા છે. ઉપરાંત મેલોડી કલર્સ (મનસુરભાઈ ત્રિવેદી) ગ્રુપ દ્વારા મ્યુઝીક રજૂ કરી રહ્યા છે અને જેનો સાથ ગાયક કલાકારો આપી રહ્યા છે. જેમાં રહિમ શેખ, ગીતા ગઢવી, અલ્પેશ રાઠોડ સહિતના કલાકારો પોતાના કંઠનો જાદુ રેલાવી રહ્યા છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકિયા, ડો. હેમાંગભાઈવસાવડા, દિપકભાઈ શાહ, શૈલેષભાઈ શેઠ, ઘનશ્યામભાઈ પરસાણા, નિતીનભાઈ ગોંડલિયા ઉપરાંત જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેના હિરાણી, પ્રતિમાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, આશાબેન ભુછડા, વિપુલાબેન હિરાણી તથા અન્ય કમિટિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:50 pm IST)