Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

જામજોધપુરના ગોપ ગામની ખેતીની જમીન અંગે કરાર પાલનનો થયેલ દાવો મંજુર

રાજકોટ તા. ૧૧: જામજોધપુર તાલુકાના ગોપ ગામના રે.સ.નં.૩૬૬/પૈકી ૬ ની ખેતીની જમીન અંગે કરાર પાલનનો દાવો કોર્ટે મંજુર કર્યો હતો.

રાજકોટના રહીશ જગદીશભાઇ કરશનભાઇ આંબલીયા રાજકોટ મુકામે રહે છે. અને ખેતી તથા વેપાર કરેછે. જગદીશભાઇ ખેતીની જમીન ખરીદ કરવી હોય તેમજ આ કામના પ્રતિવાદી સગર નાથાભાઇ રામશીભાઇને પોતાની માલીકીની ખેતીની જમીન ગુજરાત રાજયના જામનગર જીલ્લાના સબ ડીસ્ટ્રીકટ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના રે.સ.નં.૩૬૬/પૈકી ૬ જેના હેકટર આરે.ચો.મી.ર-ર-૩પ તથા પોત ખરાબો ૦-૭-૦૯ મળી કુલ જમીન હેકટર ર-૦૯-૪૪ ચો.મી.આ વાળી ખેતીની જમીન વેચાણ કરવ હોય તેથી નાથાભાઇ તથા જગદીશભાઇ વચ્ચે જમીન વેચાણ અંગેનો સોદો થયેલ અને સમજુતી મુજબ સાટાખત કરવાનું નકકી થયેલ અને બાદમાં સાટાખત થયેલ હતું.

ત્યાર બાદ સાટાખતની શરત મુજબ મુદત પુરી થતા જગદીશભાઇએ નાથાભાઇ રામશીભાઇ સગરે જાણ કરેલ કે બાકીની રકમ ચુકવવી હુ તૈયાર છુ મને તમો દસ્તાવેજ કરી આપો સગર નાથભાઇ રામશીભાઇ દાનત બગડતા તેઓએ રજીસ્ટર દસ્તાવેજ કરવાની કોઇ કાર્યવાહી કરવા અંગે પ્રત્યુતર ન આપતા જગદીશભાઇએખંભાળીયાના પ્રીન્સીપાલ સીવીલ જજની કોર્ટમાં પાલન અંગેનો દાવો દાખલ કરેલ.

અદાલતે વાદીના દાવો અંશત મંજુર કરેલ અને એવો હુકમ કરવામાં આવેલ કે આ કામના પ્રતિવાદી સગર નાથાભાઇ રામશીભાઇએ આ કામના વાદી જગદીશભાઇ કરશનભાઇ આંબલીયાને રકમ રૂ. રપ,૦૦,૦૦૦ અંકે રૂપિયા પચ્ચીસ લાખ પુરા ૬% વ્યાજ સાથે ચુકવી આપવા તેવો હુકમ લાલપુર કોર્ટના જજ દ્વારા કરવામાં આવેલ છે.

આ કામમાં વાદી જગદીશભાઇ કરશનભાઇ આંબલીયા વતી રાજકોટના એડવોકેટ રાકેશ ટી.કોઠીયા, નમીતા આર. કોઠીયા તથા નિશાંત ગૌસ્વામી રોકાયેલા હતા.(૬.૨૦)

(3:49 pm IST)