Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રૂ.૧૦ લાખનો ચેકરિટર્ન તથા ઇમીટેશનના વેપારી સામે કોર્ટમાં થયેલ ફરીયાદ

રાજકોટ તા.૧૧ : રાજકોટમાં રહી ઇમીટેશનને લગતુ કામકાજ કરતા કિરીટભાઇ લક્ષ્મણભાઇ ભાલોડીયાએ રાજકોટના કુવાડવા રોડ ઉપરના ગામ રફાળાવાળા દીલીપભાઇ વલ્લભભાઇ રામાણી સામે રાજકોટની અદાલતમાં રૂ.૧૦,૦૦,૦૦૦ નો ચેક રીર્ટન થવા અંગે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે. જેથી અદાલતે સદરહું ફરીયાદને રજીસ્ટરે લઇ આરોપી સામે અદાલતમાં હાજર થવા પ્રોેસેસ ઇશ્યુ કરી સમન્સ કરવાનો હુકમ કરેલ છે.

ફરીયાદની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી વેપારીએ ઓળખાણ, વિશ્વાસ અને મીત્રતાના સંબંધોના કારણે રૂ.૧૦,૦૦,૦૦૦ દીલીપભાઇ વલ્લભભાઇ રામાણીને ઉછીના આપેલ હતા. અને દીલીપભાઇએ સહી કરી ફરીયાદી કીરીટભાઇને ચેક આપેલ અને એવું વચન અને વિશ્વાસ આપેલ કે સદરહું ચેક બેંકમાં અમારી સુચના મુજબ રજુ રાખશો એટલે તમારી લેણી નીકળતી રકમ મળી જશે.

આમ આરોપીની સુચના અનુસાર રૂ.૧૦,૦૦,૦૦૦ ના અલગ અલગ પાંચ ચેકો વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતા સદરહું ચેક 'ફંડસ ઇનસ્યફીસ્યન્ટ' ના કારણોસર પરત થયેલ. જે બાબતે આરોપીને રજીસ્ટર એ.ડી.થી લીગલ નોટીસ મોકલાવેલ હતી અને આરોપીએ ચેકોની રકમ ચુકવવા દરકાર ન કરતા આ કામના ફરીયાદીએ રાજકોટની કોર્ટમાં નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ છે. કોર્ટ દ્વારા કેસની ગંભીરતા અને ફરીયાદીની હકીકતને ધ્યાને રાખી ફોજદારી કેસ તરીકે રજીસ્ટરે લેવા હુકમ કરેલ છે. અને દીલીપભાઇ રામાણી સામે સમન્સ ઇશ્યુ કરી નામદાર અદાતલમાં હાજર થવા હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી કિરીટભાઇ લક્ષ્મણભાઇ ભાલોડીયા વતી યુવા એડવોકેટ જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ એડવોકેટ તરીકે રોકાયેલા છે.

(3:38 pm IST)