Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રેલ્વેના ZRUCCના સભ્યપદે પાર્થ ગણાત્રાની વરણીઃ રજુઆત કરશે

 રાજકોટઃ તા.૧૧, વેસ્ટર્ન રેલ્વે, રાજકોટ ડીવીઝનની ડીવીઝનલ રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમિટિ ડીઆરયુસીસીની તાજેતરમાં મળેલ બેઠકમાં આ કમિટિ સભ્યો માંથી એક સભ્યનું નામ ZRUCC ના સભ્ય તરીકે મોકલવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થ ગણાત્રા અને માજી સાંસદ શ્રીમતિ રમાબેન માવાણીના નામની ભલામણ થયેલ. આ બે પૈકી એકની પસંદગી માટે ચુંટણી પ્રક્રિયા દ્વારા કરવામાં આવતા મિટીંગમાં ઉપસ્થિત ૧૦ સભ્યો માંથી ૬ સભ્યોએ શ્રી પાર્થ ગણાત્રાની ત૨ફેણમાં મત આપતા તેઓની ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમિટિ (ZRUCC) સભ્ય તરીકે નિમણુક થયેલ છે.

 શ્રી પાર્થ ગણાત્રા વર્ષોથી રેલ્વે કમિટિ સાથે સંકળાયેલ છે. અને રેલ્વેના ઉદ્દભવતા પ્રશ્નોની રજુઆતો અને તેના યોગ્ય નિરાકરણ માટે હંમેશા સક્રિય રહયા છે. તેઓ રેલ્વેના વર્તમાન પ્રશ્નો જેવા કે કોઈપણ સંજોગોમાં દુરન્તો એક્ષપ્રેસને બોરીવલી સ્ટેશને સ્ટોપ આપવા, ઓખા-દિલ્હી વચ્ચે નવી ટ્રેન શરૂ કરવા, ઉત્ત્।રાંચલ એકસપ્રેસ હાલમાં અઠવાડિયામાં એક વખત દોડાવવામાં આવે છે તેમા તેને અઠવાડીયામાં બે થી ત્રણ વખત શરૂ ક૨વા, રાજકોટ સ્ટેશન પર એસ્કેલેટરની સુવિધા તાત્કાલીક ધોરણે શરૂ કરવા વગેરે પ્રશ્નો અંગે પ્રાધાન્ય આપશે. રેલ્વેને લગતા કોઈ પ્રશ્નો હોય તો તે રાજકોટ ચેમ્બર, સેન્ટર પોઈન્ટ, કરણસિંહજી રોડ, રાજકોટ ખાતે મોકલવા રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:31 pm IST)