Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્ને રેલ્વે બોર્ડના ચેરમેન લોહાનીને રજુઆત

રાજકોટઃ તાજેતરમાં રાજકોટ રેલ્વે ડીવીઝનની મુલાકાતે આવેલા ચેરમેન, રેલ્વે બોર્ડશ્રી અશ્વીન લોહાની સમક્ષ વેસ્ટન રેલ્વે એમ્પલોઇઝ યુનીયન દ્વારા કર્મચારીઓના વિવિધ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. ડીવીઝન રેલ્વે મેનેજર શ્રી નિનાવેની ચેમ્બરમાં વિવિધ ૧૬ મુદ્દે રજુઆત કરાવી કર્મચારીઓની તરફેણમાં નિર્ણયો લેવા માંગણી કરવામાં આવી હતી. ૭ મા પગાર પંચ મુજબ રનીંગ એલાઉન્સ, લાર્સેજ સ્કીમનો બાન હટાવવો, ટ્રેકમેનની જગ્યાઓ તુરત ભરવી, પોઇન્ટસમેન-ટ્રાફીક ગેઇટમેનની રોસ્ટરમાં બદલાવ લાવવો, રેલ્વે બોર્ડની ગાઇડ લાઇન મુજબ દુરંતોનું વર્કીગ રાજકોટ ડીવીઝનને આપવા સહીત ૧૬ મુદદ્ે રજુઆત કરવામાં આવી હતી. વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનીયનના નિખીલ જોષી, મહેશ છાયા, અભિજીત શાહ, આર.વી.મહેતા, સતીષ ઓઝા, રાજેશ મહેતા, મહિલા પાંખના શ્રીમતી પુષ્પાબેન દવે, ભુમીકાબેન, પદમા મેડમ, ઇલાબેન, નીતાબેન સહીતના અગ્રણીઓ આ રજુઆતમાં ઉપસ્થિત રહયા હતા.

(3:26 pm IST)