Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કાલથી ટ્રાન્સપોર્ટરો ટૂંકા અંતરનું બુકીંગ બંધ કરશેઃ શુક્રવારથી દેશવ્યાપી ટ્રક-ટેમ્પો હડતાલ

ડીઝલમાં ભાવ ઘટાડો-ટોલ ટેકસ નાબુદી સહિત પ માંગણી અન્વયેઃ રાજકોટની ૯૦૦ ઓફીસોના શટર નહિ ખૂલેઃ શહેર-જીલ્લાના ર૭ હજારથી વધુ ખટારા થંભી જશે

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત દેશવ્યાપી ટ્રક-ટેમ્પોની શુક્રવારથી બેમુદતી હડતાલ શરૂ થઇ રહી છે, ડીઝલમાં અસહ્ય ભાવ વધારો-દેશવ્યાપી ટોલ ટેકસ નાબૂદી સહિતની પ માંગણીઓ સાથે ઓલ ઇન્ડીયા ટ્રાન્સપોર્ટ એસો. એ હડતાલ જાહેર કરી છે, જેને રાજકોટ અને ગુજરાત એસો. એ ટેકો જાહેર કરી, હડતાલમાં જોડાવાની જાહેરાત કરી લાંબા અંતરનું બૂકીંગ બંધ કરી દિધુ છે, હવે કાલથી ટૂંકા અંતરનું બુકીંગ પણ બંધ કરી દેવાશે.

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ હસુભાઇ ભગદેના ઉમેર્યા પ્રમાણે રાજકોટની ૯૦૦ ઓફીસોના શુક્રવારથી શટર નહી ખૂલે, રાજકોટના અને જીલ્લાના લગભગ ર૭ હજારથી વધૂ ખટારા ટેમ્પાના પૈંડા થંભી જશે, હડતાલમાં દૂધ-શાકભાજી-જીવન જરૂરી ચીજ વસ્તુઓ-પેટ્રોલ-ડીઝલ-કેરોસીનના વાહનને મુકિત અપાઇ છે.

(2:59 pm IST)