Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જામનગર રોડ પર ડમ્પરે બાઇકને ઉલાળ્યું: મુસ્લિમ આધેડનું મોત, કોળી વૃધ્ધને ઇજા

પડધરીના ઓસમાણભાઇ (હકાભાઇ) (ઉ.૪૫)એ ઘટના સ્થળે દમ તોડ્યોઃ મનસુખભાઇ કોળી (ઉ.૬૫) સારવાર હેઠળઃ બંને રાજકોટ આવી રહ્યા'તા

રાજકોટઃ જામનગર રોડ પર ધ ગ્રાન્ડ મુરલીધર હોટેલ નજીક ડમ્પર નં. જીજે૩એડબલ્યુ-૨૨૩૩ના ચાલકે બાઇકને ઠોકર મારતાં ચાલક પડધરીના મેમણશેરીમાં રહેતાં ઓસમાણભાઇ (હકાભાઇ) ઇસ્માઇલભાઇ હાલા (ઉ.૪૫)નું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા પડધરીના મનસુખભાઇ કલાભાઇ વડેચા (કોળી) (ઉ.૬૫)ને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃત્યુ પામનાર ઓસમાણભાઇ (હકાભાઇ) છુટક મજુરી કરતાં હતાં. તે ત્રણ ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે રાજકોટ પોતાનું મકાન હોઇ ત્યાં આટો મારવા આવી રહ્યા હતાં ત્યારે ગામના મનસુખભાઇ પણ સાથે જોડાયા હતાં. પણ રાજકોટ પહોંચે એ પહેલા અકસ્માત નડ્યો હતો. તસ્વીરમાં ઘટના સ્થળે ડમ્પર, હકાભાઇનો મૃતદેહ અને ઇન્સેટમાં ઇજા પામનાર મનસુખભાઇ સારવાર હેઠળ નજરે પડે છે.

(4:18 pm IST)