Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જયુબેલી શાક માર્કેટની મુલાકાત લેતા માર્કેટ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા

રાજકોટ 'સૌનો સાથ સૌનો વિકાસ' ના ભાગ રૂપે રોજ માર્કેટ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જયુબેલી શાક માર્કેટની સ્થળ મુલાકાત લઇ શાક માર્કેટની અંદર વેપાર કરતા વેપારીઓના જુદા જુદા પ્રશ્નો સાંભળી, તેમના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી. તેમજ પોતપોતાના વેપારધંધાની આજુબાજુમાં સાફ સફાઈ રાખવા તેમણે વેપારીઓને સુચના આપેલ. વધુમાં મારકેટ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ શાક માર્કેટનું નિરિક્ષણ કર્યું હતું અને આસી.મેનેજર બી.એલ.કાથરોટીયા, બી.બી.જાડેજા તથા  લગત અધિકારીઓને રાજકોટ મહાનગરપાલિકા લગત જુદી જુદી સેવાઓ સત્વરે પૂરી પાડવા સુચના આપી હતી.

(4:15 pm IST)