Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

૧પ૦ ફુટના રીંગ રોડ ઉપર બની રહેલ 'કૃતિ ઓનેલા'વાળી મિલ્કત સંબંધે દાવો રદ કરવા થયેલ અરજી રદ

રાજકોટ તા. ૧૧ :.. અત્રે ૧પ૦ ફુટના રીંગ રોડ, ઉપર આકાર પામી રહેલ કૃતિ ઓનેલા વાળી મિલ્કત સંબંધે દાવો રદ કરવા થયેલ અરજીને સીવીલ કોર્ટે રદ કરી હતી.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, વર્ષાબેન નરેન્દ્રભાઇ શાહે હાલ કૃતિ ઓનેલા નામથી જે પ્રોજેકટ થઇ રહેલ છે તેમાં તેઓની મિલ્કતનો પણ સમાવેશ થયેલ છે તે સંબંધે ઘણાં લીટીગેશનો કોર્ટમાં પેન્ડીંગ હોય તેમજ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટનો સ્ટે. હોવા છતાં સદરહુ  મિલ્કત સહયોગ રેખા ઇન્ફા પ્રોજેકટ એલ. એલ.પી.ના નામની ભાગીદારી પેઢીના ભાગીદારો તથા તેઓને  વેચાણ કરનાર ગુણવંતરાય વ્રજલાલ ભાદાણી વિગેરે ૧૦ નાઓએ અંદરો-અંદર કોલ્યુઝન કરી જે વેચાણ દસ્તાવેજ અનુ. નં. ૪૪ર૪ તા. ૧૯-૮-ર૦૧૭ ના રોજ કરેલ છે જે વેચાણ દસ્તાવેજ રદ કરવા સંબંધે વર્ષાબેન નરેન્દ્રભાઇ શાહે રાજકોટના અધિક સીનીયર સીવીલ જજની કોર્ટમાં સ્પે. દિ. કે. નં. પ૯/ર૦૧૮ થી દાખલ કરી વચગાળાના મનાઇ હુકમની માગણી કરેલ છે.

આ મેટર પેન્ડીંગ છે સબ જયુડીસ છે જેના નોટીસ સમન્સ સહયોગ રેખા ઇન્ફા. પ્રોજેકટ એલ. એલ. પી.ના નામની ભાગીદારી પેઢીના ભાગીદારોને મળતા તેઓ દ્વારા અદાલતમાં સદરહુ દાવો રદ કરવાની અરજી કરેલ અને અદાલતને જણાવેલ કે અમારી સામે દાવો લાવવા વર્ષાબેન નરેન્દ્રભાઇ શાહને દાવો લાવવા કોઇ કારણ ઉત્પન થયેલ નથી. જેથી વર્ષાબેન નરેન્દ્રભાઇ શાહે અદાલતને જણાવેલ કે ઉપરોકત વેચાણ વ્યવહાર જે થયેલ તે વેચાણ વ્યવહારની તારીખો જોવામાં આવે તો અદાલત દ્વારા સ્પે. દિ. કે. નં. ૧૦૯/ર૦૧૬ ના કામમાં ગુણવંતરાય વૃજલાલ ભાદાણી વિગેરેએ કરેલ દાવાનો આંક-પ તા. ૧૮-૮-ર૦૧૭ ના રોજ રદ કરતા બીજા જ દિવસે તેઓએ સહયોગ રેખા ઇન્ફા. પ્રોજેકટ એલ. એલ.પી.ના નામની ભાગીદારી પેઢીના નામનો દસ્તાવેજ કરી આપેલ છે જે રેકર્ડ પરની હકિકત ધ્યાને લેવામાં આવે તથા તે ભાગીદારી પેઢીનું સરનામું તથા ખરીદ કરનાર વ્યકિતઓના નામ,  સરનામા  જોવામાં  આવે તો બધાએ અંદરો-અંદર ગેરકાયદેસર કોલ્યુઝન કરી અમારો હકક ડૂબાડવાનો પ્રયત્ન કરેલ હોય  તેવી હકિકત રેકર્ડ પરથી ફલીત થતી હોય તેવા સંજોગોમાં કાયદાની દ્રષ્ટીએ કે હકિકતની દ્રષ્ટીએ અમારો દાવો રદ થઇ શકે નહીં.

વર્ષાબેન નરેન્દ્રભાઇ શાહ વતી અદાલતમાં એવી રજૂઆત કરવામાં આવેલ કે, દાવામાં જયારે કોઝ ઓફ એકશન દર્શાવેલ હોય ત્યારે દાવો રદ થઇ શકે નહીં. કોઝ ઓફ એકશન મળતું નથી તેવી જે સહયોગ રેખા ઇન્ફા. પ્રોજેકટની જે દલીલ કાયદાની દ્રષ્ટીએ કે હકિકતની દ્રષ્ટીએ ગ્રાહય રાખી શકાય નહીં. કારણ કે, કોઝ ઓફ એકશન મળે છે કે કેમ  તે હકિકત પુરાવાનો વિષય છે. પુરાવો લઇને જ નકકી થઇ શકે. સદરહુ દલીલના સમર્થનમાં તેઓના વકીલ પી. બી. મારૂ દ્વારા સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના વિવિધ  ચુકાદાઓ રજૂ કરેલ હતાં.

બન્ને પક્ષકારોની રજુઆત ધ્યાને લઇને તથા રેકર્ડ પરનાં દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇને તેમજ બન્ને પક્ષકારો દ્વારા દાવો રદ કરવા સંદર્ભે જે હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટની ઓથોરીટીઓ રજૂ થયેલ હતી તે તમામ ધ્યાને લઇને રાજકોટના અધિક સીની. સીવીલ જજ શ્રી સુતરીયા મેડમે સહયોગ રેખા ઇન્ફા. પ્રોજેકટ એલ. એલ. પી. દ્વારા કરવામાં આવેલ અરજી રદ કરેલ છે.

 આ કામમાં વાદી વર્ષાબેન નરેન્દ્રભાઇ શાહ વતી રાજકોટના એડવોકેટ પરેશ મારૂ, દિલીપ ચાવડા, રોકાયેલ હતાં. (પ-

(4:14 pm IST)