Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દાદાવાડી દેરાસર ખાતે કાલે પરમાત્માને સોના-ચાંદી-હીરાની આંગીઃ દર્શનનો લાભ

રાજકોટઃ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ૧૯૨ વર્ષ પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્વનાથ જિનાલય (દાદાવાડી) માંડવી ચોક જિનાલયમાં સંપતિ રાજાના વખતના ૩પ૦૦ વર્ષ પ્રાચીન પ્રતિમા શ્રી આદેશ્વરદાદા, શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથદાદા તથા શ્રી શાંતીનાથદાદાની સોનુ, ચાંદી તથા ડાયમંડની ભવ્યા-તિ-ભવ્ય આંગી તેની અંદર એક લાખ નંગ ડાયમંડ, સીત્તેર કિલો ચાંદી તથા નેવુ ગ્રામ સોનાથી ભવ્યાતિ ભવ્ય આંગી બનાવવામાં આવેલ છે. જે અમદાવાદના કારીગરો દ્વારા નવ મહીનાની અંદર તૈયાર કરવામાં આવેલ છે. આનો અંદાજીત ખર્ચ એક કરોડ રૂપિયા થયેલ છે, આ આંગીના દર્શન કાલે ગુરૂવારે તા.૧૨ના રોજ રાત્રે ૧૨ વાગ્યા સુધી થઇ શકશે, રાજકોટના તમામ જૈન તથા જૈનેતરોને દર્શનનો લાભ લેવા વિનંતી. આ આંગી બનાવનાર અમદાવાદના કારીગર નરેશ પંચાલ તથા જયેશ પંચાલ દ્વારા ટ્રસ્ટીઓ કેતનભાઇ વોરા, ભાવેશભાઇ વોરા અને હિતેનભાઇ વોરાના માર્ગદર્શન મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (૨૩.૧૦)

(4:13 pm IST)