Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કલેકટર તંત્રની ગાડી ફુલ સ્પીડમાં : બીનખેતીમાં ધડાધડ ૧૫ હજારની ડેટા એન્ટ્રી : ૫૧૦૦ 'તુમાર'ની પણ નોંધ પડાઇ

પેન્ડીંગ ફાઇલોની ગણત્રી પૂરી : ટુંકમાં ટારગેટ અપાશે : સાંજે રેવન્યુ સચિવની કલેકટર સાથે વીસી

રાજકોટ તા. ૧૨ : આગામી ટુંક સમયમાં રાજ્ય સરકાર બીનખેતીમાં મોટાપાયે સુધારા લાવી રહ્યું છે, આ માટે રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરોને ડેટા બેઇઝ એન્ટ્રી પાડવા સુચના અપાઇ છે.

આ સૂચના બાદ રાજકોટ કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ તમામ મામલતદારો - ડે.કલેકટરોને પોતાની ગાડી સ્પીડમાં દોડાવવા આદેશો કર્યા હતા અને આ આદેશ અન્વયે માત્ર ૧૦ દિ'માં જ બીનખેતી અને તે લગતી ફાઇલોની ૧૫ હજાર જેટલી ડેટા એન્ટ્રી કરી લેવાયાનું એડી. કલેકટર શ્રી હર્ષદ વોરાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે જે સમયમર્યાદામાં કામ પુરૃં કરવાનું કહ્યું છે તે પહેલા પુરૃં કરી લેવાશે.

શ્રી વોરાએ ઉમેર્યું હતું કે, તુમારમાં પણ ૫૧૦૦ ઉપર ડેટા એન્ટ્રી ક્રોસ કરી લેવાઇ છે, ઝડપી અને સારી કામગીરી થઇ રહી છે. જ્યારે પેન્ડીંગ ફાઇલોની ગણત્રી પૂરી કરી લેવાઇ છે, અને તે કલીયર કરવા અંગે સંબંધીત અધિકારીઓને ટુંકમાં ટારગેટ અપાશે.

શ્રી વોરાએ ઉમેર્યું હતું કે, આજે સાંજે ૪ વાગ્યે રાજ્યના રેવન્યુ સચિવની તમામ કલેકટરો સાથે વીસી યોજાઇ છે, જેમાં પણ તુમાર અને બીનખેતી ડેટાબેઇઝ કામગીરી અંગેની સમીક્ષા કરાશે.(૨૧.૨૧)

(4:12 pm IST)