Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

૪૮ રાજમાર્ગોને ડસ્ટ ફ્રી બનાવવા પેવિંગ બ્લોકનું કામ શરૂ કરાવતા સ્ટેન્ડીંગ ચેરમેન

રાજમાર્ગોના પડખામાં ફુટપાથ પેવિંગ બ્લોકથી ગંદકી અટકશેઃ ઉદય કાનગડ

રાજકોટ, તા. ૧૧ :. શહેરના ૪૮ રાજમાર્ગોને ડસ્ટ ફ્રી એટલે કે ધૂળ અને ગંદકી રહીત બનાવવા માટે ફુટપાથ અને પેવિંગ બ્લોકના કામો શરૂ કરવા નવનિયુકત સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે મ્યુ. કમિશ્નરને સૂચન કર્યુ છે. આ અંગે શ્રી કાનગડે જણાવ્યુ હતુ કે, ૪૮ રાજમાર્ગો ઉપરથી દબાણો દૂર કરવા એસ્ટેટ વિભાગ દ્વારા જોરશોરથી ઝુંબેશ ચાલી રહી છે તેની સાથોસાથ જ આ રાજમાર્ગોના પડખામાં પેવિંગ બ્લોક અને ફુટપાથના કામ શરૂ કરાવી દેવા કમિશ્નરશ્રીને જણાવાયુ છે કેમ કે આ પ્રકારે વોલ ટુ વોલ પેવિંગ બ્લોક ફુટપાથ નાખવાથી ગંદકી ઓછી થશે અને દબાણ પણ નહીં થાય. આમ હવે શહેરના રાજમાર્ગોને વધુ સ્વચ્છ બનાવવા અભિયાન શરૂ થયુ છે.

(4:11 pm IST)