Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભાજપ તથા અંબિકા ટાઉનશીપ યુવા ગ્રુપ દ્વારા વોર્ડ નં.૧૧માં ઘનિષ્ઠ વૃક્ષરોપણ

 રાજકોટઃ ચોમાસા રૂતુ ધ્યાને લઇ રાજકોટ શહેરને હરિયાળું બનવાના ઉદ્દેશથી વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશીપ યુવા ગ્રુપ તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી અંબિકા ટાઉનશીપના આજુબાજુના વિસ્તારોમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ પ્રસંગે માન.મેયરશ્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શાસકપક્ષ દલસુખભાઈ જાગાણી, દંડકશ્રી અજયભાઈ પરમાર, ગાર્ડન સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, વોર્ડ નં.૧૧ના પ્રમુખ પ્રવીણભાઈ પાઘડાર, મહામંત્રી સંજયભાઈ દવે   અને આયદાનભાઈ બોરીચા, રસિકભાઈ મુંગરા, વિપુલભાઈ કાથરોટીયા, સંજયભાઈ પીપળીયા, હિતેશભાઈ મુંગરા, અશ્વિનભાઈ જાની, અર્જુનભાઈ આહીર, હરસુખભાઈ માંકડીયા, રમેશભાઈ દેલવાડિયા, દિગ્વિજયસિંહ ચાવડા, જીગ્નેશભાઈ કોઠારી, ધર્મેશભાઈ સોલંકી, કમલેશભાઈ વેગડા,  ડાયાભાઈ ગોહેલ, ડાયાભાઈ પરમાર, નિમેશભાઈ, રસિકભાઈ વેગડ,  રાજેશ્રીબેન રોજીવાડીયા, સોનલબેન ભાલોડી, નિર્મળાબેન લાડાણી, મનિષાબેન ફળદુ, નિમિષાબેન ભંડેરી, અનસુયાબેન રોજીવાડીયા, રીટાબેન કાલાવડીયા, ખુશીબેન, જાગૃતિબેન, યોગીતાબેન, સરોજબેન પટેલ, સેજલબેન પટેલ, શારદાબેન બેરા, હર્ષિદાબેન સાપરીયા, નિર્મળાબેન વાછાણી, ફાલ્ગુની દેત્રોજા, રીટા ખીરસરીયા, શિલ્પા સીણોજીયા વગેરે લતાવાસીઓ  હાજર રહેલ હતા.(૨૨.૧૧) 

(4:05 pm IST)