Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સુરસંસાર ૧૭મીએ જુના ગીતો પીરસશે

વિભાવરી યાદવ-આનંદ વિનોદ-નિતાત યાદવ ગીતોનો રસથાળ રજુ કરશે

રાજકોટઃ શહેર અને ગુજરાતભરમાં જાણીતી જુના ફિલ્મી ગીતોની સંસ્થા સુરસંસાર ૨૪માં વર્ષમાં  પ્રવેશી ચુકેલ છે. ૨૪માં વર્ષનો સંસ્થાનો બીજો કાર્યક્રમ તા.૧૭ના મંગળવારે હેમુગઢવી નાટયગૃહ (મેઇન)માં યોજાયો છે.

૨૩ વર્ષ * ૬ કાર્યક્રમ= ૧૩૮+૧૪૦ કાર્યક્રમ સુધીમાં કોઇપણ કાર્યક્રમ કમ નથી આપ્યો ઉલ્ટાના ૧૦ થી ૧૨ બોનસ કાર્યક્રમમાં વધુ આપ્યા છે. આ પરિસ્થિતિથી દરેક વર્ષ શ્રોતાઓની સંખ્યા વેઇટીંગ લીસ્ટમાં રાખે છે. ફોનનં. (૦૨૮૧)૨૫૭૭૫૬૩

 તા.૧૭ના કાર્યક્રમમાં ગુજરાત ભરમાં (અને દેશ-પરદેશમાં પણ) મશહુર અને રાજકોટના લાડીલા શ્રીમતી વિભાવરી યાદવ લતાજી-આશાજીના ગીતો રજુ કરશે. જયારે નટખટ કિશોરદાના ગીતો કિશોરદાનો હુબહુ અવાજ અને અંદાજ ધરાવતાશ્રી આનંદ વિનોદ રજુ કરશે. શ્રી નિતાત યાદવ પોતાના વિશિપાઠ અવાજમાં મહાગાયક સાયગલજીનુ અને જગમોહમદા (સુર-સંસારે) એ ગાયેલી ગીતની ખાસ પેશકશ કરશે.

 સંગીતવૃંદ વડોદરાના શ્રી પિયુષ ભટ્ટ અને સાથીદારોનું છે. ધ્વની  વ્યવસ્થા શ્રોતાઓ માનીતા શ્રી કેયુર કહોરની છે. ઉદઘોષક અનેરા અવાજના માલિક શ્રી મોહીતગૃપ્તા છે.

 સુરસંસાર કોષ્ટ સવૃંદના શ્રી દર્શિત કાનાબાર, કાર્લિક ઠાકર, શ્રી નિષાદવ સાવત્ર, કુ.ખ્યાતિ પંડયા, શ્રીમતી રૂપલ ચાંગાણી, અને શ્રીમતિ ઉન્નતિ જાની છ ગીતોમાં કોરસ સથવારો પુરા પાડશે. (૪૦.૪)

(4:04 pm IST)