Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

વિનાયકનગર અને પોલીસ હેડકવાર્ટરમાંથી બે ટુવ્હીલર 'છૂ'

રાજકોટ તા. ૧૨: નવલનગર-૯ના છેડે વિનાયકનગર-૧૮-બી, મુરલીધર ચોકમાં રહેતાં વિશ્વનાથ સત્યનારાયણ ખારવા (ઉ.૨૪)નું હોન્ડા જીજે૩કેડી-૩૨૫૦ રૂ. ૪૦ હજારનું કોઇ તેના ઘર પાસેથી ચોરી જતાં માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢકે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં સંતોષીનગર ક્રિષ્ના બંગ્લોઝ-૩માં રહેતાં કલ્પેશ ચનાભાઇ મકવાણા (ઉ.૨૮)નું નવે નવું હોન્ડા રૂ. ૪૫ હજારનું પોલીસ હેડકવાર્ટર મારૂતિનગર ચાર માળીયા કવાર્ટર નં. ૪૩ બ્લોક નં. ૩ નીચે પાર્કિંગમાંથી કોઇ ચોરી જતાં એએસઆઇ પિયુષભાઇ ત્રિવેદીએ તપાસ હાથ ધરી છે.

(12:35 pm IST)