Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભગીરથ સોસાયટીના લેઉવા પટેલ વૃધ્ધ ડાયાભાઇને જીણા સગરની ખૂનની ધમકી

તારા મકાનમાંથી ભાડૂઆતને શું કામ કાઢ્યા? કહી ડખ્ખો

રાજકોટ તા. ૧૧: સામા કાંઠે ભગીરથ સોસાયટીમાં રહેતાં અને યાર્ડમાં મજૂરી કરતાં ડાયાભાઇ હીરાભાઇ તળપદા (ઉ.૬૦) નામના પટેલ વૃધ્ધને તે ઘર નજીક હતાં ત્યારે પડોશમાં જ રહેતાં જીણા વિઠ્ઠલભાઇ ગોહેલ (સગર)એ આવી ઝઘડો કરી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બી-ડિવીઝનના હેડકોન્સ. રામસિંગભાઇએ આ મામલે ગુનો નોંધી જીણાની શોધખોળ હાથ ધરી છે. ડાયાભાઇના કહેવા મુજબ તેનું મકાન જીણાના ઘરની બાજુમાં જ છે અને અગાઉ તેમાં ભાડૂઆત હતાં. પણ હાલમાં ભાડૂઆતને આ મકાન ખાલી કરાવી નાંખ્યું છે. જીણાએ 'તે ભાડૂઆતને શું કામ કાઢ્યા, ખાલી મકાન ખંઢેર જેવું થઇ ગયું છે' તેમ કહી ઝઘડો કરી તું હવે અહિ કેમ રહે છે તે જોઇ લઉ છું તેમ કહી ખૂનની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

(12:32 pm IST)