Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જૂગારના ત્રણ દરોડામાં એડવોકેટ, ૧૦ મહિલા સહિત ૨૧ પકડાયાઃ ૨.૪૬ લાખની મત્તા કબ્જે

એ-ડિવીઝન પોલીસે રજપૂતપરામાં વકિલની ઓફિસમાં, તાલુકા પોલીસે પુનિતનગર પાસે ભીમસંગના ઘરમાં અને ક્રાઇમ બ્રાંચે વેલનાથ સોસાયટી પાસનો ભરડીયામાં દરોડો પાડ્યો

રાજકોટ તા. ૧૧: જુદા-જુદા સ્થળે ત્રણ દરોડામાં પોલીસે વકિલની ઓફિસમાં, એક ઘરમાં અને જાહેરમાં દરોડા પાડી એક વકિલ, ૧૦ મહિલાઓ સહિત ૨૧ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨,૪૬,૬૧૦ની મત્તા કબ્જે લીધી છે.

એ-ડિવીઝન પોલીસનો રજપૂતપરામાં દરોડો

એ-ડિવીઝન પોલીસે રજપૂત પરા મેઇન રોડ પર ખોડિયાર ચેમ્બરમાં ઓફિસ નં. ૨૦માં બેસતાં દામજી મેપા પ્લોટ-૨માં રહેતાં એડવોકેટ ભાવેશ પ્રભુદાસભાઇ મકાણી (ઉ.૪૮)ની ઓફિસમાં દરોડો પાડી તેને તથા હિરેન રસિકભાઇ મકવાણા (ઉ.૩૨-રહે. ભગવતીપરા વિનાયક ફલેટ એ-વિંગ), રાજેશ રમેશભાઇ ભટ્ટી (ઉ.૩૮-રહે. જામનગર રોડ માધાપર ચોકડી વૃંદાવન એપાર્ટમેન્ટ), શૈલેષપરી પ્રભાતપરી ગોસ્વામી (ઉ.૩૬-રહે. શ્રીનગર સોસાયટી સહકાર રોડ) તથા રણજીત દેવાયતભાઇ દાસોટીયા (ઉ.૩૬-રહે. સહકાર સોસાયટી-૮)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૪૭૨૦૦ રોકડા અને ૨૫ હજારના ૬ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૨૨૦૦ની મત્તા કબ્જે લીધી હતી.

પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, એએસઆઇ એસ. એન. જાડેજા, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, હેડકોન્સ. ભાવેશભાઇ વસવેલીયા, ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, કોન્સ. નરેશકુમાર ઝાલા, કોન્સ. જગદીશભાઇ વાંક, કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, કોન્સ. શૈલેષભાઇ ખીહડીયા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. કરણભાઇ વિરસોડીયાએ આ દરોડો પાડ્યો હતો. પોલીસના કહેવા મુજબ ભાવેશ મકાણી દસ્તાવેજને લગતું કામ કરે છે. તેણે ઓફિસમાં માણસો ભેગા કરી નાલ કાઢી જૂગાર રમાડવાનું શરૂ કર્યુ હતું.

તાલુકા પોલીસે ૧૦ મહિલાને પત્તા ટીચતા પકડી લીધી

પુનિતનગર પાસે કર્મચારી સોસાયટીની બાજુમાં સતનામ સોસાયટી-૧૬માં આવેલા ભીમસંગ ભોજાભાઇ આહિરના મકાનમાં મહિલાઓનું જુગારધામ ધમધમતું હોવાની બાતમી તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા અને કોન્સ. રાહુલભાઇ ગોહેલને મળતાં દરોડો પાડી હીનાબા મયુરસિંહ જેઠવા (ઉ.૩૭-રહે. સુખસાગર સોસાયટી-૪ માધવ ગેઇટની અંદર), ખુશ્બૂ અમિત દલવી (ઉ.૨૮-રહે. ધરમનગર કવાર્ટર નં. ૧૧), આરતીબા વજેસિંહ રહેવર (ઉ.૨૮-રહે. વિરાણી ચોક, રામકૃષ્ણનગર-૮, અમૃતા હોસ્પિટલ સામે), દક્ષાબેન હિતેષભાઇ દવે (ઉ.૩૩-રહે. નવલનગર-૯), શાંતિબેન લક્ષમણભાઇ આડેસરા (ઉ.૩૭-રહે. શ્રીનાથજી સોસાયટી-૪), દિવ્યાબેન વિજયભાઇ દેવડા (ઉ.૩૧-રહે. શ્રીનાથજી સોસાયટી-૭), શોભનાબેન અનિલભાઇ નથવાણી (ઉ.૩૮-રહે. રામાપીર ચોકડી, રૈયાધાર પાસે શ્યામલ રાજ એપાર્ટમેન્ટ બી-૧), નયનાબા વનરાજસિંહ સરવૈયા (ઉ.૩૮-રહે. ગુરૂકૃપા સોસાયટી-૧) તથા સરોજબેન વિજયભાઇ સોનરાત (ઉ.૪૦-રહે. પુનિતનગર મેલડી માતાજીના મંદિર પાસે)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧,૧૯,૦૧૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી.

પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, એસ.આર. સોલંકી, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, એ. કે. કવાડીયા, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ, ગોપાલસિંહ જાડેજા, કોન્સ. તોરલબેન જોષી, દિપલબેન ચોૈહાણ સહિતના જોડાયા હતાં.

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ છ શખ્સ પકડાયા

જ્યારે ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, કોન્સ. યોગરાજસિંહ જાડેજા, હેડકોન્સ. સામતભાઇ ગઢવીને મળેલી બાતમી પરથી વેલનાથપરા જડેશ્વર સોસાયટી પાસે ભરડીયા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતાં વિજય સવજીભાઇ ઠુમ્મર (ઉ.૪૫-રહે. અયોધ્યા સોસાયટી-૬), જયંતિ ભવાનભાઇ ટીંબડીયા (ઉ.૪૪-રહે. રાજલક્ષ્મી-૫), રણજીત કાનજીભાઇ વાઢેર (ઉ.૩૭-રહે. સિધ્ધી વિનાયક પાર્ક-૩), અરજણ ઉર્ફ અજીત દેવાયતભાઇ હેરભા (ઉ.૪૦-રહે. જ્યોતિનગર કાલાવડ રોડ, મુળ ગામ જાડ તા. ઉપલેટા), સંજય દિનેશભાઇ મોદી (ઉ.૪૨-રહે. ગુંદાવાડી-૨૫) તથા મોહન જગમાલભાઇ છૈયા (ઉ.૫૪-રહે. ગ્રીન પાર્ક સોસાયટી-કોઠારીયા રોડ)ને પકડી લઇ ગંજીપાના તથા ૫૫૪૦૦ રોકડા કબ્જે લીધા હતાં.

એસીપી જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, સામતભાઇ ગઢવી, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, શોકતખાન સિપાહી, યોગીરાજસિંહ જાડેજા સહિતે દરોડો પાડ્યો હતો.

(12:30 pm IST)