Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

આજી નદી કાંઠેથી રૂ. ૨૫૧૫૦નો દારૂ-બીયર એ-ડિવીઝન પોલીસે કબ્જે કર્યો

પોલીસને જોઇ રેઢો મુકી ભાગેલા શખ્સની શોધખોળ

રાજકોટ તા. ૧૧: આજી નદી કાંઠે સ્મશાન નજીકથી કપીલા હનુમાન તરફ જવાના રસ્તા પરથી પોલીસે રૂ. ૨૫૧૫૦નો દારૂ-બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને જોઇ અજાણ્યો શખ્સ આ માલ રેઢો મુકી ભાગી ગયો હતો. સીસીટીવી ફૂટેજને આધારે તેને શોધવા તજવીજ થઇ રહી છે.

એ-ડિવીઝનના હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા અને ઇન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી આજી નદી કાંઠે રાધેશ્યામ ગોૈશાળાથી કપીલા હનુમાનજી તરફ જવાના રસ્તા પરથી રૂ. ૧૭૮૫૦નો ૧૧૯ દારૂના ચપલા, બે ૭૫૦ મીલીની બોટલો તથા બીયરના ૬૫ ટીન મળી કુલ રૂ. ૨૫૧૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસને જોઇ અજાણ્યો શખ્સ આ દારૂ-બીયર રેઢો મુકી ભાગી ગયો હતો.

પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, એએસઆઇ એસ. એન. જાડેજા, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, હેડકોન્સ. ભાવેશભાઇ વસવેલીયા, ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, કોન્સ. નરેશકુમાર ઝાલા, કોન્સ. જગદીશભાઇ વાંક, કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, કોન્સ. શૈલેષભાઇ ખીહડીયા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. કરણભાઇ વિરસોડીયાએ આ દરોડો પાડ્યો હતો.

(12:29 pm IST)