Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જંકશન રેલ્વે સ્ટેશનમાંથી બેભાન મળેલા વૃધ્ધનું મોતઃ વાલીની શોધ

જમણા હાથની કલાઇ પર 'ઓમ' ત્રોફાવેલો છે

રાજકોટ તા. ૧૧: જંકશન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૨ પરથી અજાણ્યા આશરે ૬૫ વર્ષના વૃધ્ધ તા. ૯ના રોજ બેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે તેમનું મોત નિપજ્યું હતું. મૃતક વૃધ્ધ શ્યામ વર્ણના છે. તેમણે સફેદ ગંજી અને કમરે ભગવા રંગનું ધોતીયુ પહેરેલુ છે. જમણા હાથની કલાઇ પર 'ઓમ' ત્રોફાવેલો છે. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો રેલ્વે પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ અથવા મો. ૯૮૨૫૨ ૪૧૯૧૭ ઉપર સંપર્ક કરવો. એએસઆઇ જીતેન્દ્રસિંહ દેવીસિંહ અને કોન્સ. પ્રવિણભાઇ જીવાભાઇ વધુ તપાસ કરે છે.

(12:14 pm IST)