Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રાજકોટમાં ર૦ના સ્ટેમ્પના કાળાબજાર : લોકોમાં દેકારો કલેકટરે એકી સાથે ર૦ સ્થળે દરોડા પાડ્યા : નાસ ભાગ

લોકોની ફરીયાદો- સાચી નીકળી : ૧૦૦ના સ્ટેમ્પ પણ નથી મળતા : ર૦ નાયબ મામલતદારો દ્વારા દરોડાને દોર

રાજકોટ, તા. ૧૩ :  રાજકોટમાં ર૦ના સ્ટેમ્પ પેપરની ભારે અછત હોવાની વિગતો -ફરીયાદો અને કાળાબજાર થતા હોવાની વ્યાપક ફરીયાદો ત્થા ર૦ અને ૧૦૦ના સ્ટેમ્પ પેપરના કાળા બજાર થતા હોવાનો લોકોમાં દેકારો મચી જતા કલેકટરે આજે એકી સાથે ર૦ સ્થળે એક જ સમયે દરોડા પાડતા સ્ટેમ્પ બેન્કરોમાં નાસભાગ મચી ગઇ હતી.

રાજકોટમાં નવી કલેકટર કચેરી, જુની કલેકટર, કચેરી, દક્ષિણ મામલતદાર કચેરી તથા કોર્ટ સંકુલ મળી અંદાજે રપ થી ૩૦ લાયસન્સધારી સ્ટેમ્પ વેન્કરો બેસે છે, આ તમામને ત્યાં કલેકટર દરોડા પડાવતા ભારે નાસભાગ મચી ગઇ હતી, કુલ ર૦ નાયબ મામલતદારોની ટીમ પોતાના સ્ટાફ સાથે ત્રાટકી છે, જેમાં મુખ્ય નાયબ મામલતદારોમાં રાણા લાવડીયા, વાછાણી, રૂપાપરા, રામાણી, બીજો, પંડ્યા વિગરેે છે.

આ લખાય છે ત્યારે દરોડા -ચકાસણી ચાલુ છે. મોટાભાગની ફરીયાદો માચી હોવાનો કલેકટરને પ્રાથમિક રીપોર્ટ ગયો છે, આ લોકો બપોરે ૩ વાગ્યા બાદ પોતાના ધંધા-રોજગાર ખોલતા ન હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠી છે તે અંગે પણ તપાસ કરવા કલેકટરે સુચના આપી છે.

દરમિયાન જેમને ત્યાં દરોડા પડયા-ચેકીંગ હાથ ધરાયું તેમાં નટવરલાલ લોઢીયા-ઢેબર રોડ, અમૃતલાલ ચાવડા (હાથીખાના),  મહેશ એમ. જોષી (સિવિલ કોર્ટ કમ્પાઉન્ડ), મહેશકુમાર વ્યાસ (હાથીખાના), રામજીભાઇ કાકડીયા (કોર્પોરેશન કમ્પાઉન્ડ) સતીષ માટલીયા (વાણીયાવાડી), જયંતિલાલ જોષી, મુકુંદ રાય અનડકટ (સીવીલ કોર્ટ કમ્પાઉન્ટ), કિરણશુકલા (લોધાવાડ ચોક), જીતેન્દ્રકુમાર વંગડા (તાલુકા પંચાયત ઓફીસ), કમલેશ વેગડા (પ્રહલાદ પ્લોટ), કમલેશ જાષી (જંકશન પ્લોટ), સહિત અન્ય લોકોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ચેતન ચંદરાણા (કલેકટર કચેરી) રાજેન્દ્ર અજમેરા (પંચનાથ પ્લોટ), વિનયચંદ્ર શાહ (મોચીબજાર), રાજેશકુમાર રાવલ (બહુમાળી ભવન), પરેશ પાદરીયા (મવડી પ્લોટ-૩, ન્યુ વિશ્વનગર), શ્રી શીલાબેન ચૌહાણ (હરિહર ચોક), વિમલ પાઠક (કેનાલ રોડ), સચીન અનડકટ (સીવીલ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે તપાસણથી હાથ ધરાયાનું બહાર આવ્યું  છે. (૯.ર૧)

 

(3:52 pm IST)