Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

આનંદ બંગલા - રૈયા ચોકડી - લક્ષ્મીનગર - પેલેસ રોડ વિસ્તારમાં ૧૧૦ રેકડી - કેબીનના દબાણ હટાવાયા

૧૮૭ કિલો શાકભાજી, ઘાસચારો જપ્ત : દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૩ : મ્યુનિ. કોર્પોરેશન દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૧૧૦ રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,૧૮૭ શાકભાજી-ફળો વગેરે જપ્ત કરવાની તેમજ ૭૯ હજારનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી, તેમજ નડતર રૂપ એવા બોર્ડ-બેનરો પણ હટાવવામાં આવ્યા હતા.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૧૮ રેંકડી-કેબીનો આનંદ બંગલા, રૈયા ચોક, શ્રધ્ધા પાર્ક, ગાયત્રીનગર રોડ, રૈયા ટેલીફોન એકસચેન્જ, લક્ષ્મીનગર, સાંગણવા ચોક, પેલેસ રોડ અને ગાંધીગ્રામ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૯૨ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે સ્ટર્લીંગ હોસ્પિટલ, રૈયા રોડ, કોર્ટ ચોક અને રામાપીર ચોકડી વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૯૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી, રામાપીર ચોકડી અને જંકશન પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ. ૭૮,૯૨૦ વહીવટી ચાર્જ આનંદ બંગલા, સાધુવાસવાણી રોડ, ગોંડલ રોડ, ગાયત્રીનગર, ૮૦ ફૂટ રોડ, રામાપીર ચોકડી, રૈયા ટેલીફોન એકસચેન્જ, મવડી રોડ, ૧૫૦ ફૂટ રોડ, રેસકોર્ષ, જીલ્લા પંચાયત ચોક, પેલેસ રોડ અને ગાંધીગ્રામ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ ૦૫ હોકર્સ ઝોન સંત કબીર રોડ, આજીડેમ, ગોવિંદ બાગ, રામાપીર ચોકડી અને એસ.કે. ચોક વિગેરે હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં નડતર રૂપ એવા ૦૯ બોર્ડ અને બેનરો રૈયા રોડ, કોટેચા ચોક અને ગુણાતીતનગર પરથી હટાવવામાં આવ્યા હતા.(૨૧.૨૭)

(3:47 pm IST)