Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન દ્વારા મેગા ચેકઅપ કેમ્પ : કીટ વિતરણ

ડાયાબીટીક બાળકો માટે કાર્યરત જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશનને ૧૪ વર્ષ પૂર્ણ થતા અશોક ગોંધીયા મેમોરીયલ ટ્રસ્ટ તથા ધર્મજીવનદાસજી હોસ્પિટલ (ગુરૂકુળ હોસ્પિટલ) ના સંયુકત ઉપક્રમે મેગા ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ હતુ. બે દિવસીય આ કેમ્પમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી મળીને કુલ ૫૦૦ બાળકોની નિઃશુલ્ક તપાસ અને સારવાર કરાઇ હતી. નામાંકિત ડાયાબીટોલોજીસ્ટ નિલેષ દેત્રોજા, પંકજ પટેલ અને તેમની ટીમે સેવા આપી હતી.  કાર્યક્રમમાં શાસ્ત્રી શ્રી હરીપ્રિયદાસજી સ્વામી, સુધીર શાહ, દીકરાનું ઘર ઢોલરાના પ્રમુખ મુકેશભાઇ દોશી, ઉષા મેટલવાળા ચંદુભાઇ શાહ, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાય, સીનીયર પેથોલોજીસ્ટ જે. પી. ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. અપુલ દોશીએ વ્યસન મુકિતની માહીતી આપી આ માટે સંકલ્પ લેવડાવાયા હતા. કાર્યક્રમમાં અમદાવાદ જેડીએફના ટ્રસ્ટીઓ તેમજ પોરબંદરના આશા મેડીકલવાળા વિજયભાઇ મજીઠીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અશોક ગોંધીયા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા રૂ.૩ લાખ તથા પ્રફુલભાઇ રવાણી દ્વારા ૪૫,૦૦૦ જેટલી રકમનું અનુદાન સંસ્થાને અપાયુ હતુ. ભોજનનો તમામ ખર્ચ અનામી દાતાએ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેડીએફ ટ્રસ્ટી હરીકૃષ્ણ પંડયા અને અજય લાખાણીએ કરેલ. આભારવિધિ ચેતનભાઇ કાનાબાર તથા હિમાંશુ રાણાએ કરી હતી. રજીસ્ટ્રેશન તથા ગીફટ વિતરણની જવાબદારી મિતેષભાઇ ગણાત્રાએ નિભાવી હતી. કાર્યક્રમના અંતે ડાયાબીટીક બાળકોને અતિ ઉપયોગી ગ્લુકોમીટરની સ્ટ્રીપ, સીરીન્જ, પેન નીડલ અંદાજીત રૂ.૨૫૦૦ ના મુલ્યની કીટી ગીફટ સ્વરૂપે અપાઇ હતી.

(3:43 pm IST)