Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ઓલ ઇન્ડીયા રોલ રીલે સ્કેટીંગ ચેમ્પીયનશીપમાં પુજા હોબી સેન્ટરના બાળકોનો ડંકો

રાજકોટ : આર્ટીસ્ટીક સ્કેટીંગ રાજકોટના પૂજાહોલી સેન્ટરના બાળકોએ ઓવરઓલ ચેમ્પીયન ટ્રોફી સ્પીડમાં ૪-ગોલ્ડ, ૩ સીલ્વર, ૩ બ્રોન્ઝ/ રીલે રેસમાં ૬-ગોલ્ડ, પ-સીલ્વર, ૬ બ્રોન્ઝ/ સ્કેટલોન કોમ્પીટીશનમાં ર-ગોલ્ડ, પ-સીલ્વર/૧-બ્રોઝ/ આર્ટીસ્ટીક સ્કેટીંગમાં ૧-ગોલ્ડ, ૧-સીલ્વર, ૧-બ્રોન્ઝ મેળવી ડંકો વગાડી દીધો છે. વિવિધ રાજયના મળી કુલ ૭પ૦ થી વધારે બાળકો પાર્ટીસીપેટ થયા હતા. ઓરંગાબાદ મ્યુ. કોર્પો. તથા રોલર રીલે સ્ક્રેટીંગ ફેડરેશનના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ સ્પર્ધામાં દર્શિલ ગાંધી, ખુશ ઠક્કર, કશ્યપ તંતી, નમન પંડયા, કેવીન સિધ્ધપુરા, યશ શાહ, નિસર્ગ કાગડા, શૌર્ય ભાગસાર, હિમેશ ચૌધરી, ખ્વાબ અંતાણી, યુવરાજ કુંદનાની, ફેલીકસ બાસીડા, કીયાન બાસીડા, નિર્વેદ બાવીસી, રીતીશા વ્યાસ, સીમરન તંતી, ખુશી ઉનડકટ, મીત ગાંધી, હરમન વીરડીયા, પ્રેમ ગાંધી અને સ્વરા ઉકાણીએ રીલે રેસ-સ્પીડ સ્કેટીંગ સ્કેટલોન તથા આર્ટીસ્ટીકમાં ઉત્તર દેખાવ કરી મહાનુભાવોના હસ્તે ઓવરઓલ ચેમ્પીયન ટ્રોફી-ર૦૧૮ પ્રાપ્ત કરી હતી.  આ વિજેતા બાળકોને આગામી ઇન્ટરનેશનલ લેવલે રમવા જવાની તક મળશે. સૌરાષ્ટ્ર રોલર સ્કેટીંગ એસોસીએશન-રોલ બોલ એસોસીએશન-સ્કેટબોલ એસોસીએશન તથા સ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના તમામ કમિટી મેમ્બરો, જવાહરભાઇ ચાવડ, મૌલેશભાઇ પટેલ, હિમાંશુભાઇ રાણા, સુરેશભાઇ ત્રિવેદી, રતબેન સેજપાલ, ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, દીપુદીદી, ડો. પુજા રાઠોડ, શ્રીમતિ પુષ્પાબેન રાઠોડે તમામ બાળકોને અભિનંદન પાઠવી ઇન્ટરનેશનલ લેવલે વિજેતા થઇ પરત ફરે તેવા આર્શીવાદ પાઠવ્યાં છે.

(3:41 pm IST)