Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વ્યાજખોરના ત્રાસથી નિલેશ વૈષ્ણવ સૂસાઇડ નોટ લખી ર૦ દિ'થી ગૂમઃ ફેકટરીથીજ લાપત્તા

આ વ્યકિતએ મારૃં જીવવું હરામ કરી દીધું છેઃ લાખો ચૂકવી દીધા છે

રાજકોટ તા. ૧૩ : વ્યાજખોરના ત્રાસથી અમદાવાદના ઓઢવના યુવાન વેપારી બે સ્યૂસાઇડ નોટ લખીને ર૦ દિવસથી લાપત્તા થયા છે. સ્યૂસાઇડ નોટમાં ભરત દેસાઇ નામના ઓઢવના વ્યાજખોરનું નામ લખી તેણે કોરો ચેક અને આધાર કાર્ડ લઇ વધુ રૂપિયાની માંગણી શરૂ કરી હતી. રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનો સ્યૂસાઇડ નોટમાં આરોપ લગાવાયો છે. ઓઢવ પોલીસે હવે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાલ માધવ હોમ્સમાં રહેતા કાંતાબેન વૈષ્ણવે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિ નિલેશભાઇ, જેઠ નરેશકુમાર અને સસરા જાનકીલાલ સાથે ઓઢવ ગુરૂદ્વારા પાછળ સર્વોદય એન્ટરપ્રાઇઝ નામથી ફેકટરી ધરાવે છે. ગત રપ મેના રોજ કાંતાબેન પિયર નાગપુર હતા ત્યારે તેમના સસરા જાનકીલાલે ફોન કરી જાણ કરી હતી કે, નિલેશભાઇ સવારે 'થોડી વારમાં આવું' કહીને નીકળ્યા હતા. થોડીવાર બાદ મોજ્ઞાભાઇ નરેશકુમારને ફેકટરીમાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં નિલેશભાઇએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરવા જતો હોવાનું લખાણ લખી નીચે સહી કરી હતી.

આવી બીજી ચીઠ્ઠી તેમની કારમાંથી પણ મળી આવી હતી. ઓઢવના પી.આઇ. આર.જી.જાડેજાનું કહેવું છે કે, નિલેશભાઇએ દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તે રૂપિયા પાછા આપ્યા હોવા છતા વ્યાજખોરે કોરો ચેક લીધો હોવાનું જાણવા મળ્યું છે.

નિલેશભાઇએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, હું મારૃં જીવન ટુંકાવી રહ્યો છું. આત્મહત્યા કરી રહ્યો છું કારણ કે, હું મારા જીવનમાં લોકોના ત્રાસથી કંટાળી ગયો છું. ભરત દેસાઇ નામના વ્યકિતએ મારૂ જીવવું હરામ કરી નાંખ્યું છે. મે તેમને લાખો રૂપિયા ચુકવી દીધા છે, છતા તે મારી જોડે પૈસાની ઘિરાણી ચાલુ રાખીહતી. તથા મારી પાસેથી ધાકધમકીથી એક દોઢ લાખનો દસ્તાવેજ લખાવ્યો હતો. તથા મારૂ આધારકાર્ડ પણ લઇને એક કોરો ચેક લઇ લીધો છે. હવે તે મને રોજ મારી નાંખવાની ધમકી આપી છે. તે ચેકમાં મોટી રકમ લખીને મને બરબાદ કરી નાંખવા માંગેછે. મારા પરિવારનો આભારી રહીશ તે હંમેશા મારી પરિસ્થિતિમાં મારી સાથે ઉભા રહ્યા છ.ે(૬.૧૩)

(2:43 pm IST)