Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

બિઝનેસમાં આવતા પડકારો અને અનિશ્ચતતાઓ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએઃ ડો.સત્ય રંજન આચાર્ય

રાજકોટઃ કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ટાટા કેમીકલ્સ લી.ના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા, ગાંધીનગરના એસોસીએટ સિનિયર ફેકલ્ટી ડો.સત્ય રંજન આચાર્યનો ''સ્ટાર્ટઅપ ઈકોસીસ્ટમ ઈન ગુજરાત''એ વિષયે માર્ગદર્શન વાર્તાલાપ  યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના કો- ચેરમેન દિપકભાઈ સચદેએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તેમજ કાઉન્સીલના ગવર્નીગ બોડી મેમ્બર ડો.હિતેશ શુકલએ મુખ્ય વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવે તથા માનદ મંત્રી મનહરભાઈ મજીઠીયાએ વકતા ડો.સત્ય રંજન આચાર્યનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ હતો.

કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેએ જણાવેલ હતુ કે કોઈપણ કાર્ય કે આપણા લક્ષ્યમાં સફળતા મેળવવા માટે આપણે આથગ પ્રયત્નો કરવા જોઈએ. સાથે સાથે જોખમ પણ ઉઠાવવુ પડે છે. તે જ રીતે કોઈપણ બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા આપણે ભલે ગમે તેટલીવાર નિષ્ફળ જઈએ પણ હિંમત ન હારવી જોઈએ.

મુખ્ય વકતા ડો.સત્ય રંજન આચાર્યએ માહિતી આપતા જણાવેલ હતુ કે બિઝનેસ માટે ઘણા બધા આઈડીયા ઉપલબ્ધ છે.  પરંતુ બિઝનેસ માટે ફકત આઈડીયા નહ પરંતુ બિઝનેસ માટે ફકત આઈડીયા જરૂરી છે. કોઈપણ ગ્રાહક આપણા આઈડીયાને પસંદ કરીને અપનાવે અને કિંમત ચુકવવા તૈયાર થાય તેને બિઝનેશ આઈડીયા કહેવાય છે. એન્ટરપ્રિન્યોરે માર્કેેટમાં શું નવુ આવે છે, શું કરવુ જોઈએ, લોકોને શું ગમે છે એ વિશે હંમેશા અપડેટેડ રહેવુ જોઈએ. બિઝનેસમાં બદલાવ માટે કઈ પ્રોસેસ જરૂરી છે તે જાણવુ જોઈએ. આજે બિઝનેસ પ્રોસેસમાં ટેકનોલોજીને કારણે ઘણા બદલાવ આવી ગયા છે. ગ્રાહકને તેની પસંદગીની વસ્તુ મળે ત્યારે તે ગમે તેટલી કિંમત ચુકવવા તૈયાર થઈ જાય છે. માર્કેટમાં કોઈપણ પ્રોડકટ પરફેટક નથી. સમયે સમયે તેમાં ચેન્જ આવે છે. એન્ટરપ્રિન્યોરે રીસ્ક લેતા ગબરાવુ જોઈએ નહી સાથે સાથે સેલ્ફ મોટીવેટ પણ હોવુ જોઈએ. પોતાના બિઝનેશ માટે એક પેશન હોવું જરૂરી છે.

ડો.સત્ય રંજન આચાર્યએ વધુમાં જણાવેલ હતુ કે જે ક્ષેત્રની આપણને પૂરે પૂરી જાણકારી હોય તે ક્ષેત્રમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ. બિઝનેસમાં આવતા પડકારો અને અનિશ્ચિતતાઓ માટે હંમેશા તૈયાર રહેવુ જોઈએ. સ્ટાર્ટઅપ માટે માર્કેટિંગ, ટેકનોલોજી અને ટ્રેઈન કરેલી ટીમ હોવી જરૂરી છે. ગુજરાત સરકાર તરફથી સ્ટાર્ટઅપ માટે બે પોલીસીઓ છે એક સાયન્સ અને ટેકનોલોજી અને બીજી પોલીસી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને ઈન્ડસ્ટ્રી ડીપાર્ટમેન્ટ તરફથી સ્ટાર્ટઅપ સપોર્ટ પોલીસી પૂરી પાડવામાં આવે છે. સ્ટાર્ટઅપ સપોર્ટ પોલીસી માટે ગુજરાત સરકાર તરફથી ૧૦ લાખ સુધીની સહાય મળે છે. છેલ્લા બે વર્ષમાં સરકારે ૨૦૦ જેટલા સ્ટાર્ટઅપ આઈડીયાને ફન્ડીંગ કરેલ છે. દરેક એરિયામાં સ્ટાર્ટઅપ માટે નોડલ ઈન્સ્ટીટયુશન આપવામાં આવેલ છે. એજ્યુકેશન સેકટરમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી લોન્ચ થયેલ છે. જેમાં અમુક ઈન્સ્ટીયુશન્સમાં એજ્યુકેશનને સ્ટાર્ટઅપ સાથે કઈ રીતે લીંક કરવુ તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. ફ્રીચાર્જ, વોટસએપ, ઓયો, ટેસ્લા વિગેરે સ્ટાર્ટઅપના ઉદાહરણ છે.

કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નગ બોડીના સભ્યો હિરાભાઈ માણેક, મનસુખલાલ જાગાણી, ખોડીદાસ સોમૈયા, નિકેત પોપટ, હરિભાઈ પરમાર વિ. ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલમાં માનદ મંત્રી મનહરભાઈ મજીઠીયાએ કરેલ હતું. કાર્યક્રમની વ્યવસ્થાા કાઉન્સીલના આસી.એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ હતી.(૩૦.૩)

(2:42 pm IST)