Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રાજકોટના નાગદાન અને અલ્તાફ સહિત રાજયના ટોપ-રપ બુટલેગરોની યાદી સીઆઇડીએ જાહેર કરી

આશીષ ભાટીયાના આદેશથી આઇજી દિપાંકર ત્રિવેદીએ બેનામી મિલ્કતો જપ્તી અર્થે રાજયભરના પોલીસ તંત્ર પાસેથી મોટા બુટલેગરોની લેટેસ્ટ યાદી આપવા આદેશ છોડયા

રાજકોટ, તા., ૧૩: સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાની સુચનાથી સીઆઇડીના નાયબ પોલીસ મહાનિરિક્ષક દિપાંકર ત્રિવેદી દ્વારા રાજયના તમામ પોલીસ કમિશ્નરો, રેલ્વે સહીતના તમામ એસપીઓ  અને તમામ રેન્જ વડાઓને એક ખાનગી પત્ર પાઠવી. રાજકોટના નાગદાન, અલ્તાફ, દેવભુમીના બઘો રબારી, અને જુનાગઢના ધીરેન સહીત  ગુજરાતના ટોપ રપ બુટલેગરોની યાદી મોકલી આ સિવાયના બીજા કોઇ બુટલેગરોની પ્રવૃતિ સબંધક શહેર જીલ્લામાં મોટા પ્રમાણમાં  હોય તો ઉકત હવે યાદીમાં સમાવેશ કરવા માટે જણાવતા જ અનેકવિધ અનુમાનો અને અટકળો જાગી છે.

સીઆઇડી દ્વારા આ માટે એક ખાસ માર્ગદર્શિકા પણ સામેલ રાખવામાં આવી છે. ેજે મુજબ વર્ષ ર૦૧૦ થી ૩૧-પ-ર૦૧૮ની સ્થિતિએ કે સંબંધક લીસ્ટેટ બુટલેગરનં નામ, ગુન્હાઓની વિગત જેમાં દારૂના જથ્થાના સમાવેશ સાથે વિશેષમાં આરોપીઓ કેટલા ગુનહામાં પકડાયા છે કેટલા ગુન્હામાં વોન્ટેડ છે? અટકાયતી પગલાની વિગતો રહેણાક અને ધંધાના સરનામા તથા તેમની જે સ્થળે ઉઠક-બેઠક હોય તેવા સ્થળના નામ પણ શહેર કક્ષાએ  ડીસીબી અને જીલ્લા કક્ષાએ એલસીબી મારફત તૈયાર કરવા પણ  જણાવાયું છે.  સંબંધક બુટલેગર મૃત્યુ પામ્યા હોય તો તેમની પણ વિગતો મોકલવા સીઆઇડી વડા આશીષ ભાટીયાની સુચનાથી સીઆઇડીના આઇજી દિપાંકર ત્રિેવેદીએ સુચના આપી છે.

સીઆઇડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ બુટલેગરોની આર્થિક રીતે કમ્મરતોડી નાખવા માટે આવા ધંધાર્થીઓની મિલ્કતો બાબતે ઇ.ડી.ને જાણ કરવા સો (ઇન્કમ ટેક્ષ)ના નોટબંધી બાદના બેનામી મિલ્કત બાદના સુધારેલા કાયદા મુજબ કાર્યવાહી કરવા એસીબી સાથે સીઆઇડીએ પણ કમ્મર કસી છે. જો કે.  સીઆઇડી દ્વારા આ પ્રક્રિયા લાંબા વર્ષોથી ચાલે છે.

(12:46 pm IST)