Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મારામારી સામેલ ભીડભંજન સોસાયટીના હરદેવસિંહ પાસામાં

યુનિવર્સિટી પોલીસે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૧૩: યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટી-૨માં આશાપુરા કૃપા ખાતે રહેતાં હરદેવસિંહ નાથુભા જાડેજા (ઉ.૪૫)ને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કર્યો છે. આ શખ્સ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ મથક તેમજ જામકંડોરણામાં શરીર સંબંધી ગુના નોંધાયા હતાં. દરખાસ્ત મંજુર થતાં પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ બી. જે. કડછા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, જે. પી. મેવાડા, કોન્સ. અમીનભાઇ, રવિરાજસિંહ, ગિરીરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ અને રાજેશભાઇએ વોરન્ટની બજવણી કરી હતી.

(12:13 pm IST)