Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

લોધેશ્વર સોસાયટીમાં વરલીનો જૂગાર રમાડતાં નરેશને ક્રાઇમ બ્રાંચે પકડ્યો

રાજકોટ તા. ૧૩: લોધેશ્વર સોસાયટી-૨માં રહેતો નરેશ શંકરભાઇ ઝરીયા (લોધા) (ઉ.૩૮) પોતાના ઘર નજીક ગોપાલ ડેરીની સામે ઉભો રહી વરલી ફીચરના આંકડા પર જૂગાર રમાડતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. પુષ્પરાજસિંહ  પરમાર તથા કોન્સ. યુવરાજસિંહ ઝાલાને મળતાં ઇન્ચાર્જ આર. સી. કાનમીયાની રાહબરીમાં એએસઆઇ વિજયસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી, યોગેન્દ્રસિંહ જાડેજા સહિતે દરોડો પાડી આંકડા લખેલી ચિઠ્ઠી, રૂ. ૧૭૦૦ રોકડા કબ્જે લીધા હતાં.

(12:13 pm IST)