Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વેબસાઇટ પર એક લેખકે દલિતો વિશે અભદ્ર ભાષા વાપરતાં લેખિત ફરિયાદ

અંકિત વાસાણી નામના લેખક વિરૂધ્ધ પોલીસને રજૂઆત થતાં તપાસ

રાજકોટ તા. ૧૩: રાજનગર ચોકના  અક્ષય ચાવડા, અશ્વિનભાઇ ચોૈહાણ, અક્ષય ચાવડા, ગોૈતમભાઇ સહિતનાએ માલવીયાનગર પોલીસને લેખિત ફરિયાદ રજૂઆત કરી એક લેખક સામે પગલા લેવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે અંકિત વાસાણી નામના એક લેખકે ગુજરાતી પ્રતિલિપી નામની વેબસાઇટ પર તા. ૬-૬-૧૮ના રોજ 'આજની નારી'ના મથાળાથી એક લેખ મુકયો હતો. જેમાં એસસી-એસટી સમાજના યુવાન-યુવતિઓ વિશેષ અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોઇ તેની સામે એટ્રોસીટી હેઠળ કાર્યવાહી કરવા માંગણી છે. આ વેબસાઇટ પર ઓનલાઇન લેખકો પોતાના લેખ, નવલીકા પોસ્ટ કરી શકે છે.

અક્ષય ચાવડાએ લેખિત યાદીમાં જણાવ્યું છે કે આ અંગે પોલીસને અમે રજૂઆત કરતાં પોલીસે તપાસ શરૂ કરી અમને કાર્યવાહીની ખાત્રી આપી છે.

(12:11 pm IST)