Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

એન.આઇ.એમ.સી. જેને દેશની ટોપ માસ કોમ્યુનિકેશન કોલેજમાં સ્થાન : આઉટલુકના મેગેઝીનનો સર્વે

રાજકોટ તા.૧૩ : પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનના શિક્ષણ ક્ષેત્રે નવો ચીલો ચિતરી રહેલી અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમની સફળતામાં એક વધુ સોપાન ઉમેરાયુ છે. આઉટલુક મેગેઝીન દ્વારા હાથ ધરાયેલા ઇન્ડિયાઝ ટોપ પ્રોફેશ્નલ કોલેજીસ - ૨૦૧૮ સર્વેક્ષણ માસ કોમ્યુનિકેશન શ્રેણીમાં સંસ્થાએ દેશની પ્રથમ ૧૫ સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

એન.આઇ.એમ.સી.જે.ના  નિયામક ડો.શિરીષ કાશીકરે જણાવ્યુ હતુ કે ગત ૧૧ વર્ષથી ગુજરાતમાં ગુણવત્તાપુર્ણ મિડીયા શિક્ષણના પગલે સંસ્થાને વિવિધ એવોર્ડસ અને વિદ્યાર્થી આલમમાંથી પ્રશંસા પ્રાપ્ત થઇ રહી છે. તાજેતરમાં રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એકસલન્સ ઇન પ્લેસમેન્ટનો એવોર્ડ મેળવ્યા બાદ દેશની નામાંકીત મિડીયા શિક્ષણ સંસ્થાઓમાં સ્થાન મેળવીને એનઆઇએમસીજેએ નવા સિમાચિન્હો સર કરવાની દિશામાં પગલુ ભર્યુ છે.

આઉટલુકના આ સર્વેક્ષણમાં શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીના વ્યકિતત્વ વિકાસ તથા સર્વાગણ ઉત્કર્ષ માટેની વ્યવસ્થા, માળખાકીય સુવિધાઓ, પ્લેસમેન્ટ સહિતના પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ સર્વેક્ષણમાં ૫૦ વર્ષ જૂની માતબર મિડીયા એજયુકેશન સંસ્થાઓની સાથે એનઆઇએમસીજેનો પણ સમાવેશ થાય છે. તેમ ડો.શિરીષ કાશીકરે યાદીમાં જણાવાયુ છે. વધુ વિગતો માટે ફોન (૦૭૯) ૨૬૮૭૦૪૪૩ ઉપર સંપર્ક કરવો.

(12:47 pm IST)