News of Tuesday, 5th June 2018

એસઆરપીમેનના લમણે રિવોલ્વર રાખી ધમકી-તારા છોકરાને તાત્કાલીક બોલાવી લે નહિતર મારી નાંખશું

ઘંટેશ્વરના હેડકોન્સ્ટેબલને સ્કોર્પિયોમાં નાંખી ગવરીદળ, કાગદડી લઇ જઇ ધોકાવી ઉતારી મુકયા : ભુપતભાઇ સાગઠીયાના દિકરાએ કોન્સ. રાયધનભાઇ લાવડીયાની દિકરીને ભગાડી લગ્ન કરી લીધા હોઇ તે કારણે માથાકુટઃ રાયધનભાઇના દિકરા સાગર અને પાંચ અજાણ્યા શખ્સો સામે રાયોટ, એટ્રોસીટી, આર્મ્સ એકટનો ગુનો

રાજકોટ તા. ૫: ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતાં અને એસઆરપી ગ્રુપ-૧૩માં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં   અનુસુચિત જાતિના ભુપતભાઇ કાળાભાઇ સાગઠીયા (ઉ.૫૫)નો પુત્ર વિજય અઠવાડીયા પહેલા કોન્સ્ટેબલ આહિર યુવાનની દિકરીને ભગાડી ગયો હોઇ અને લવમેરેજ કરી લીધા હોઇ તેનો ખાર રાખી ભુપતભાઇનું યુવતિના ભાઇના ઇશારે અજાણ્યા શખ્સોએ સ્કોર્પિયોમાં અપહરણ કરી ગવરીદળ, કાગદડી લઇ જઇ ધોકા-પાઇપથી માર મારી તેમજ એક શખ્સે લમણે રિવોલ્વર રાખી દઇ 'તારા દિકરાને તાત્કાલીક બોલાવી લેજે, નહિતર આનાથી મારી નાંખશું' તેવી ધમકી આપી કાગદડી નજીક ફેંકીને ભાગી જતાં તે સારવાર માટે દાખલ થતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બનાવ અંગે યુનિવર્સિટીના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, શૈલેષપરી ગોસાઇ, ગિરીરાજસિંહ, બલભદ્રસિંહ સહિતે સિવિલ હોસ્પિટલે પહોંચી ભુપતભાઇ સાગઠીયાની ફરિયાદ પરથી એસઆરપીના કોન્સ્ટેબલ રાયધનભાઇ લાવડીયાના પુત્ર સાગર તથા ભરત નામના શખ્સ અને ચાર અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૨૦-બી, ૧૩૫ (૧), આર્મ્સ એકટ તથા એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ભુપતભાઇએ જણાવ્યું હતું કે પોતે એસઆરપીમાં હેડકોન્સ્ટેબલ છે અને શોપીંગ વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. જેમાં સોૈથી નાનો વિજય (ઉ.૨૨) છે. તે આઠેક દિવસ પહેલા કેમ્પમાં જ રહેતી પાયલ રાયધનભાઇ લાવડીયાને ભગાડી ગયો ર્છેી અને બંનેએ લવમેરેજ કરી લીધાનું સર્ટીફિકેટ પણ ઘરમાંથી મળ્યું છે. આ બાબતે કોન્સ. રાયધનભાઇએ પોતાને બોલાવી સમજાવ્યા હતાં.

સોમવારે બપોરે પોતે હોન્ડા લઇ શોપીંગ વિભાગનું તેલનું બીલ ચુકવવા પરાબજાર ગયા હતાં. ત્યાંથી પરત એસઆરપી કેમ્પ તરફ આવતાં હોટેલ નજીક રાયધનભાઇનો દિકરો સાગર ઉભો હોઇ તેણે તુરત જ કોઇને ફોન કરતાં એક કાળા રંગની સ્કોર્પિયો આવી હતી અને હોન્ડા આગળ ઉભી રહી ગઇ હતી. તેમાં પાંચ શખ્સો ઉતર્યા હતાં અને 'તારો દિકરો કેમ પાયલને લઇ ગયો' કહી ખેંચ્ીને ગાડીમાં બેસાડી દઇ ગાડી ભગાડી પરાપીપળીયા થઇ ગવરીદળ લઇ જઇ ત્યાં નીચે ઉતારી પાઇપથી માર માર્યો હતો. કેટલાક લોકો નીકળતાં ત્યાંથી ફરી ગાડીમાં બેસાડી કાગદડીના કાચા રસ્તે લઇ જઇ ફરીથી નીચે ઉતારી માર માર્યો હતો અને એક શખ્સ કે જેનું નામ ભરત હતું તેણે બેફામ ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરેલ. બાદમાં એક શખ્સે રિવોલ્વર કાઢી લમણે રાખી તારો છોકરો તાત્કાલીક નહિ આવે તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

બાદમાં પોતાને કાગદડી નજીક ફેંકીને બધા ભાગી જતાં મોબાઇલ ફોનથી ૧૦૮ બોલાવી રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં. ભૂપતભાઇની આ કેફીયત પરથી ગુનો નોંધી પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૬)

(12:44 pm IST)
  • હવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST

  • મોદી દેશ અને નિતિશ બિહારના નેતા : સુશિલ મોદી : બિહારમાં નિતિશકુમારના નેતૃત્વમાં ચુંટણી લડાશે access_time 3:57 pm IST

  • પેટ્રોલમાં કીટરે 14 પૈસા અને ડીઝલમાં 12 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,18 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,08 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા ચાર દિવસથી થતા ઘટાડામાં આ સૌથી વધુ ઘટાડો છે access_time 2:18 am IST