Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

થોરાળામાં જાકીર પર અવેશ, અનિશ, ઇમ્તિયાઝ અને આબીદ ઓડીયાનો પાવડાના હાથાથી હુમલો

મોટો ભાઇ યુવતિને ભગાડી ગયો ને માર નાના ભાઇને ખાવો પડ્યો

રાજકોટ તા. ૪: નવા થોરાળા રામનગરમાં રહેતાં મુસ્લિમ યુવાનના ભાઇએ અગાઉ એક મુસ્લિમ મહિલાને ભગાડી હોઇ તેનો ખાર રાખી તેને ચાર શખ્સોએ આંતરી પાવડાના હાથાથી માર મારી ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ રામનગર-૨માં રહેતો જાકીર જુસબભાઇ વણોતરા (ઉ.૩૦) નામનો મુસ્લિમ યુવાન રવિવારે સાંજે સાતેક વાગ્યે પોતાનું એકટીવા હંકારી ઘરેથી નવા થોરાળા માર્કેટ પાસે બહુચર પાન નામની દુકાને ફાકી ખાવા જતો હતો ત્યારે આ પાનની દૂકાન નજીક ચોકમાં જ તેને થોરાળા રામનગરના અવેશ અયુબભાઇ ઓડીયા, અનીશ આબીદભાઇ ઓડીયા, ઇમ્તિયાઝ આબીદભાઇ ઓડીયા અને આબીદભાઇ ગનીભાઇ ઓડીયાએ આંતરી ગાળો દઇ પાવડાના હાથાથી હુમલો કરી હાથ-પગ-શરીરે આડેધડ માર મારતાં ટોળા ભેગા થઇ ગયા હતાં.હુમલાખોરો ભાગી જતાં ઘાયલ જાકીરને સારવાર માટે ખસેડાતાં થોરાળાના પીએસઆઇ જે. કે. ગઢવીએ તેની ફરિયાદ નોંધી હતી. જાકીરના કહેવા મુજબ તેના મોટાભાઇ સલિમ આઠેક મહિના પહેલા ઓડીયા પરિવારના સગામાં થતી રસીદાને ભગાડી ગયેલ હોઇ તે બાબતે મનદુઃખ ચાલતું હતું. તેનો ખાર રાખી હુમલો કરાયો હતો.

(4:18 pm IST)
  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • સુરતમાં ૭૦૦ જીઆરડી જવાનોને છુટા કરાવ્યા : હેડ કવાર્ટર ખાતે જવાનો એકઠા થયાઃ ૮ વર્ર્ષની નોકરી બાદ જીઆરડી જવાનોને છુટા કરાયાઃ ફરી નોકરીએ લેવા જવાનોએ અપીલ કરી access_time 3:55 pm IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મલેશિયા વિરૂદ્ધ પોતાની પહેલી મેચમાં મિતાલી રાજે 97 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતીય ટીમે મલેશિયાને 142 રનથી માત આપી છે. ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ મલેશિયાની ટીમની બેટિંગ લાઈન પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ટીમનો એકપણ ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. બોલરોના શાનદાર પ્રદર્શનથી મલેશિયાની ટીમને માત્ર 27 રન પર ઓલઆઉટ કરી દિધી હતી. access_time 2:48 am IST