Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ભકિતનગર અને બી-ડિવીઝન પોલીસે ૭૨ હજારના દારૂ સાથે ત્રણને પકડ્યાઃ એક શખ્સનું નામ ખુલ્યું

ગોવિંદનગરમાંથી ૪૩૨૦૦નો દારૂ ભરેલી રિક્ષા જપ્ત થઇ અને મોરબી રોડ ડેલામાંથી ૨૮૮૦૦નો દારૂ મળ્યો

રાજકોટઃ ભકિતનગર પોલીસે રૂ. ૪૩૨૦૦નો દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સને પકડ્યા હતાં. જ્યારે બી-ડિવીઝન  પોલીસે એક ડેલામાં દરોડો પાડી ૨૮૮૦૦ના દારૂ સાથે એકને પકડ્યો હતો. આ દારૂ જેનો હતો તેનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ભકિતનગર પોલીસે ગોવિંદનગર મેઇન રોડ પરથી સીએનજી રિક્ષા જીજે૩ડબલ્યુ-૪૬૭૫ અટકાવી તલાશી લેતાં રૂ. ૪૩૨૦૦નો ૧૦૮ બોટલ દારૂ મળતાં તે તથા રિક્ષા મળી રૂ. ૭૩૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી નયન જગદીશભાઇ વાઢેર (રહે. રણુજા મંદિર પાસે શ્યામ પાર્ક-૩) અને જય કિરણભાઇ ચાવડા (રહે. જંગલેશ્વર આરએમસી કવાર્ટર)ની ધરપકડ કરી હતી. પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, એન. એ. શુકલ, એએસઆઇ જયદિપસિંહ રાણા, કોન્સ. અજયભાઇ ચોૈહાણ, સુર્યકાંતભાઇ પરમાર, રામદેવસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, ભુપેન્દ્રસિંહ વાઘેલા અને અક્ષયરાજસિંહ રાણા પેટ્રોલીંગમાં હતાં ત્યારે આ કાર્યવાહી થઇ હતી.

જ્યારે બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ પર દ્વારકાધીશ નામના ડેલામાં રહેતાં મુળ અમદાવાદ વાડજના રાજુ ખુશાલજીભાઇ સોલંકી (ઉ.૩૨)ને રૂ. ૨૮૮૦૦ના ૯૬ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ શખ્સ આ ડેલામાં ચોકીદારી કરે છે. દારૂ ચુનારાવાડના જીતેન્દ્ર ઉર્ફ જીતુ રમેશભાઇ ગોહેલે ઉતાર્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. પટેલ, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, હેડકોન્સ. વીરમભાઇ જે. ધગલ, હિતુભા એચ. ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ, મહેશભાઇ ચાવડા, કિરણભાઇ પરમાર, મનોજભાઇ મકવાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે અજીતભાઇ અને મહેશભાઇની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો.

(4:16 pm IST)
  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુને શ્વાસ લેવામાં તકલીફને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. એક્ટ્રેસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. access_time 2:48 am IST

  • સચિનના સૌથી મોટા ફેનને ધોનીએ લંચ માટે આપ્યુ આમંત્રણ : ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ સચિનના સૌથી મોટા ફેન સુધીરને પોતાના ઘરે લંચ પર બોલાવ્યો હતો. સુધીરે લંચ બાદ પોતાની આ મુલાકાતના ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો તેમજ ઈમોશનલ મેસેજ પણ લખ્યો ‘સ્પેશિયલ દિવસ કેપ્ટન કૂલ ધોની સાથે. તેણે કેપ્શનમામ લખ્ય કે, ફાર્મ હાઉસમાં પરિવાર ધોનીના પરિવાર સાથે જે સુપર લંચ લીધુ તેને હું શબ્દોમાં નહિ વર્ણવી શકુ. access_time 8:47 pm IST