Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે ૧૦મી આસપાસ સેન્સઃ જવાહર ચાવડાને જવાબદારી

રાજકોટ તા. ૪ : જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત તા.ર૧મી જુને પૂરી થઇ રહી છે. કોંગ્રેસ દ્વારા સભ્યોની સેન્સ લેવા નિરીક્ષકો નિયુકત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં આ કામગીરી માટે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને જવાબદારી સોંપાયેલ છે.

જિલ્લા પંચાયતમાં આવતા અઢી વર્ષ પ્રમુખપદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત છે. પ્રમુખ પદ માટે અલ્પાબેન ખાટરિયા, રેખાબેન પટોળિયા, કિરણબેન આંદીપરા, ભાવનાબેન ભૂત વગેરે નામ સામે આવી રહ્યા છે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ખેંચતાણ વધવાની સંભાવના છે.

(4:15 pm IST)