Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મુંબઇમાં લોહાણા સમાજ માટે ૧૭ વર્ષથી મેરેજ બ્યુરોની સેવા ચલાવતા 'અંજળ અને અવસર'નું ડીઝીટલાઇઝેશન

ઓગસ્ટથી મેગા વેબસાઇટ કાર્યરત થત વિશ્વસ્તરે ડેટા ઉપલબ્ધ થશે : વિનોદભાઇ ભીમજીયાણી - ભરતભાઇ સોઢા

રાજકોટ તા. ૪ : મુંબઇમાં છેલ્લા ૧૭ વર્ષથી લોહાણા સમાજ માટે નિઃશુલ્ક ધોરણે મેરેજ બ્યુરોની સેવા ચલાવી રહેલ 'અંજળ અને અવસર' હવે વિશ્વસ્તરે પાંખો પ્રસરાવવા જઇ રહે છે તેમ મુંબઇના વિનોદભાઇ ભીમજીયાણી અને રાજકોટ સેન્ટરના ભરતભાઇ સોઢાએ 'અકિલા' સમક્ષ વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે રતિભાઇ સોઢાએ આજથી ૧૭-૧૮ વર્ષ પૂર્વે આરંભેલ મેરેજ બ્યુરોની સેવાનો છોડ આજે વટવૃક્ષ બનીને લહેરાય રહ્યો છે. અત્યાર સુધીમાં ૧૧૭૦૦ થી વધુ એન્ટ્રીઓ થઇ ચુકી છે.   

આ સંસ્થા દ્વારા એકત્ર માહીતીની પુરી ગોપનીયતા રાખવામાં આવે છે. દર મહિને ગેટ ટુ ગેધર થાય છે. જેમાં પરસ્પરની સંમતિથી માહીતીની આપલે કરાવવામાં આવે છે.

આ સંસ્થાનું ડીઝીટલાઇઝેશન થઇ ચુકયુ છે. હાલ 'જયેન્દ્રસોઢાડોટકોમ' નામથી વેબસાઇટ કાર્યરત છે. જેને મેગા વેબસાઇટનું રૂપ આપી 'અંજળઅવસરડોટકોમ' નામથી વિશ્વસ્તરે વિસ્તારવામાં આવી રહી છે. ડોમેઇન નેમ લેવાય ગયુ છે. ઓગષ્ટથી કાર્યરત થઇ જશે.

સંસ્થા બેંગ્લોર, નાગપુર સહીત વિવિધ રાજયના મોટા શહેરોમાં ફ્રેન્ચાઇઝી બ્રાન્ચો ધરાવે છે. જયેન્દ્રભાઇ સોઢા અને અંબરીશભાઇ સોઢાની રાહબરીમાં કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

ગુજરાત રાજયનું કેન્દ્ર રાજકોટ ખાતે ભરતભાઇ સોઢા સંભાળી રહ્યા છે. રઘુનાથ એપાર્ટમેન્ટ, કાલાવડ રોડ, ન્યુ પરીમલ સ્કુલની બાજુમાં કાર્યરત આ કેન્દ્ર દ્વારા સભ્ય મેમ્બરોને પીડીએફના સ્વરૂપમાં બાયોડેટાની સુવિધા અપાય છે. રાજકોટમાં ગઇકાલે એક ગેટ ટુ ગેધર રાખવામાં આવેલ. આ દરમિયાન મેમ્બરશીપ માટે કાઉન્સેલીંગ કરાયુ હતુ.

આ તકે વિનોદભાઇ ભીમજીયાણી (મો.૯૮૩૩૩ ૨૫૯૦૭) અને ભરતભાઇ સોઢા (મો.૯૮૭૯૫ ૮૮૩૬૪) એ જણાવેલ કે 'અંજળ અને અવસર' સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો પ્રકલ્પ છે. જયારે વીઆઇપી પરિવારોના સુચન અને આગ્રહને ધ્યાને લઇ 'ગોરમહારાજ' નામથી પેઇડ પર્સનલાઇઝ પ્રકલપ પણ કાર્યરત કરવામાં આવેલ છે.

તસ્વીરમાં લોહાણા સમાજ માટે મેરેજ બ્યુરો સેવા યજ્ઞની વિગતો વર્ણવતા વિનોદદભાઇ ભીમજીયાણી અને ભરતભાઇ સોઢા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:13 pm IST)