Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

તુ બાપ વગરની છો તારે બધુ સહન કરવુ પડશે કહી ભચાઉમાં રાજકોટની પરિણીતાને ત્રાસ

રતનપરની હેતલબેન કાપડીની ફરીયાદઃ પતિ અને સાસરીયા સાથે ઝઘડો થતા ૧૮૧ની ટીમે તેને મુકત કરાવી...

રાજકોટ તા.૪: રાજકોટ મોરબી રોડ પર રતનપરમાં માવતર ધરાવતી બાવાજી પરિણીતાને કચ્છના ભચાઉમાં પતિ,સાસુ,સસરા,જેઠ,જેઠાણી અને દીયર ત્રાસ આપતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર રતનપર ગામમાં સાંગાણીનગરમાં માવતરે આવેલ હેતલબેન ફરશુરામ કાપડી (ઉ.વ.૩૫) એ રાજકોટ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કચ્છના ભચાઉમાં જીનામ જલારામ સોસાયટીની બાજુમાં રજપૂતનગરમાં રહતો પતિ ફરશુરામ મનારામ કાપડી સાસુ ઉમીયાબેન સસરા, ચનારામ માનદાસભાઇ કાપડી, મોટા જેઠ ધર્મદાસ ચનારામ કાપડી, દીયર ધવલ પ્રભુદાસ કાપડી, પાડોશી ગીતા રમેશ રાજપુત, રાજકોટ પુનીતનગરના લખીરામ ગરીબદાસ દાણી ધારીયા અને થાનગઢની જેઠાણી દુર્ષા દ્વારકાદાશના નામ આપ્યા છે. હેતલબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતાના ચાર માસ પહેલા જ્ઞાતિના રિતરિવાજ મુજબ ફરશુરામ સાથે ભચાઉ ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ તથા સાસુ,સસરા અને મોટા જેઠ તમામ સંયુકત કુટુંબમાં રહેતા હતા. આ લગ્ન બાદ થોડો સમય સારીરિતે રાખેલ ત્યારબાદ પતિ ફરશુરામ તથા સાસુ, સસરા અને જેઠ રહેતા કે 'તને રસોઇ બનાવતા આવડતી નથી' કઇ કામ કરતા આવડતુ નથી તેમ કહી ઝઘડો કરતા હતા. અને કરીયાવરમાં કંઇ લાવી નથી કહી મેણાટોણા મારતા હતા.

બાદ ગત તા.૧૫ /૫ના રોજ પતિ ડ્રાઇવીંગ કરતા હોય જેથી પતિ પરશુરામને મમ્મી કયારે આવશો તેમ ફોન કરીને પૂછવાનું કહેતા તેણે ઘરે આવી મારમાર્યો હતો. આ સમયે પતિ,સસરા,સાસુ,જેઠ, દિયર, જેઠાણી અને પાડોશીએ ઝઘડો કરી કહેવા લાગેલ કે,'તું બાપ વગરની છો તારે બધુ સહન કરવુ પડશે કહી મારમાર્યો હતો. જેથી બીજા દિવસે પોતે ઘરે કોઇ હાજર ન હોય ત્યારે ઘરની બહાર નીકળી કોઇ વ્યકતીના ફોન મારફતે માતાને જાણ કરી હતી. તેણે ૧૮૧માં ફોન કરતા ભચાઉ ૧૮૧ની ટીમે પોતાને સાસરીયાના ત્રાસથી છોડાવી સામખીયારી ગામેથી રાજકોટની બસમાં બેસાડી હતી.

બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ. એમ.ડી વીઠલપરાએ તપાસ હાથ ધરી છે.(૧૭.૬)

(4:09 pm IST)
  • બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુને શ્વાસ લેવામાં તકલીફને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. એક્ટ્રેસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. access_time 2:48 am IST

  • હવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST

  • વડોદરામાં માનાં નામને કલંક લગાવતી ઘટના સામે આવી છે. જેમાં સુમિત્રા નામની એક મહિલા બાળકીને મુકીને ફરાર થઈ ગઈ છે. ગઈ કાલે મહિલાએ રજા માંગી હતી જો કે આજે સયાજિરાવ હોસ્પિટલના બાળ વિભાગમાં નવજાત બાળકીની સારવાર શરૂ હતી તે દરમિયાન તેને તરછોડી દંપતિ ફરાર થઈ ગયુ હતુ. રજીસ્ટરમાં દંપત્તિએ પાદરાનાં મુવાલ ગામ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 12:22 am IST