Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મતદાર યાદીમાં હજારો નામો રહી ગયા છે BLO તથા અન્યો જવાબદારઃ કલેકટર સખ્ત પગલા ભરે

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની કલેકટરને વિસ્તૃત રજુઆત : નામો ઉમેરાયા નથી ત્યાં નવા કાર્યક્રમમાં ફોર્મ ભરવા કે નહી તે અંગે મતદારોમાં અવઢવઃ દેકારો

રાજકોટ તા.૪ : શહેરના વોર્ડનં. ૧૩ ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે કલેકટરને રજુઆતો કરી હતી કે રાજકોટમાં નવા મતદાતાઓના નામો ઉમેરવા અને જુના મતદાતાઓના મતદાર યાદી આખરી થયા બાદ પણ મતદાર યાદીમાં હજારો નાગરીકોના નામોનો સમાવેશ થયેલ નથી આથી ગંભીરતા આ મુદે ધ્યાને લઇ આ પ્રકારની કહેવાય તેવી ક્ષતીઓ માટે જવાબદારો સામે પગલા લેવા જોઇએ.આમા મોટા ભાગે યુવા વર્ગના નામો હોય છે. તેઓ મતદાનનો અધીકારથી વંચીત રહી જાય છે. બુથ લેવલ અધીકારીઓ તથા સુપરવાઇઝર અધીકારીઓ નવા મતદારોના ફોર્મ સ્વકારે છે પરંતુ ચુંટણી પંચમાં સમયસર જમા ન થવાના કારણે બેદરકારી બદલ નામો રહી ગયા છ.ેઆ ઉપરાંત નોંધપાત્ર એ છ ેકે અગાઉના નામે ઉમેરાયા નથી ત્યાં ફરી વખત યાદીનો સુધારણા કાર્યક્રમ બહાર પડેલ છે. તો બાકી રહી ગયેલા મતદારોએ નવા ફોર્મ ભરવા કે કેમ ? તેની સ્પષ્ટતા ચુંટણી પંચે ન કરતા લોકોમાં દેકારો બોલી ગયો છ.ેવધુમાં અમુક નવા મતદારોએ નવા નામ ચડાવવા અંગેની અરજી કરેલ હોય છે તેઓને બે-બે વર્ષ સુધી નવા મતદારોને પોતાના ચૂંટણી કાર્ડ મળતા નથી અને મતદાનથી વંચીત રહી જાય છ.ે અને અુમક નવા મતદારોએ નામની નોધણી કરાયેલ હોય તેઓને ચુંટણી કાર્ડ મળેલ ન હોય તેવી પણ વ્યાપક ફરીયાદો મળેલ છે.(૬.૨૨)

(4:08 pm IST)