Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

જૈન વીઝન દ્વારા પૂ.નમ્રમુનિ મ.સ. તથા ગુરૂભગવંતોનું સ્વાગત

રાજકોટઃ પૂ.સુશાંતમુનિ, પૂ.નમ્રમુનિ મ.સા.આ.ઠા. તથા પૂ.સાધ્વીજીઓનું મિલન કોઠારી સહીતનીમ ટીમ 'આજનો દીવસ કેવો છે?' સોના કરતાં મોંઘો છે' જેવા ગગન નાદથી યાજ્ઞિક રોડ ગુંજવ્યો. મોટા હોર્ડીંગ તથા બેનર સાથે ચતુરવિધ સંઘને આવકાર્યા. જૈન વીઝનના તથા મિલન કોઠારીને ગુરૂ દેવે અંતરથી આશીર્વાદ આપ્યા, સ્વાગત યાત્રામાં જોડાનાર તમામ ભાવિકોને તૈયાર જીરા મસાલા સોડાથી ટાઢક કરી ગરમીના માહોલમાં શાતા ઉપજાવી હતી તેમજ આ તકે ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી, વયાવચ્ચ સમ્રાટ ચંદ્રકાંન્તભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, જયંતભાઈ ભરવાડા, મનોજ ડેલીવાળા સહિતના આગેવાનોએ જૈન વીઝન ને બીરદાવેલ. જૈન વીઝનના મિલન કોઠારી, ધીરેન ભરવાડા, ગીરીશ મહેતા, રજત સંઘવી, નૈમિષ પુનાતર, ગૌરવ દોશી, રાજીવ ઘેલાણી, કૃણાલ મહેતા, ભાવિન ઉદાણી, દિપકભાઈ પટેલ, ભદ્રેશ કોઠારી, નીતિન મહેતા, મનિષ પારેખ, કેવિન ઉદાણી, દિપેશ વખારીયા, અભય પારેખ, હિરેન સંઘવી, જીજ્ઞેશ બોરડીયા, નિલેશ મહેતા, કેયુર શેઠ, વર્ધન કામદાર, કીર્તી દોશી, શિરીષ ગોડા, મનિષ પારેખ, ઋષભ શેઠ, તરૂણ કોઠારી, આશિષ ગાંધી, હિતેશ મણીયાર, પારસ મોદી, વિપુલ મહેતા, કાર્તિક દોશી, દેવાંગી મહેતા, જતીન કોઠારી, કેતન વખારીયા, દામીનીબહેન કામદાર, અરૂણાબહેન મણીયાર, છાયાબહેન દામાણી, બીનાબહેન શાહ, દેવાંગી મહેતા, શિતલ કોઠારી, ચેતના કોઠારી, પુજા મહેતા, અમી કોઠારી, અંજલી દોશી, મિતલ વોરા, નિરાલી પારેખ, ખુશ્બુ ભરવાડા, વંદનાબહેન ગોસલીયા, પ્રિતીબહેન શાહ સહિતના જૈન વીઝન કમીટીના લેડીઝ-જેન્ટસ્ ૮૦ થી વધુ  આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.(૩૦.૯)

 

(3:47 pm IST)