Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા અનોખી જલ સેવા

 કાળઝાળ ગરમીના દિવસોમાં વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા સતત દસ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં ફરી બસ સ્ટોપ, રેનબસેરા, ટ્રાફીક પોઇન્ટ, હોસ્પિટલ ચોક સહીતના સ્થળોએ જઇ ઠંડા પાણીનું વિતરણ કરી અનોખી જલ સેવા કરાઇ હતી. હરતા ફરતા રથ દ્વારા દસ દિવસમાં ૧૧૮૦૦ લીટર જલનું વિતરણ કરાયુ હતુ. આ સમગ્ર સેવા કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ જયદીપભાઇ કાચા, ઉપપ્રમુખ શ્રીમતી જયશ્રીબેન વોરાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના ઇન્ચાર્જ જીજ્ઞેશ કાચા, નયનેશ નાનાણી, પ્રોજેકટ ઓફીસર ભરત રાબા, ટ્રસ્ટના સ્વયંસેવકો સાગર મંડલી, નિખીલ જોષી, ધવલ ટાંક, રાઠોડ વિપુલ, ચાવડા શૈલેષ, કિશોર પરમાર, મનોજ ડોડીયા વગેરે સાથે જોડાયા હતા.

(3:46 pm IST)
  • અમરેલી :સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી :સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ :ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST

  • વડોદરા કોર્પોરેશ દ્વારા દબાણ દુર કરવાની કામગીરી શરૂ : હરણી વારશિયા રીંગરોડ પરના સવાદ ખાતે દબાણ દુર કરાયાઃ ૧૩.૫ મીટરની એક લાઇન ખુલ્લી કરવા માટે ૧૧૦ દબાણો તોડી પડાયા access_time 3:56 pm IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST