Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

રિવ્યું મીટીગ!!

બજેટનાં પ્રોજેકટોથી માત્ર ચર્ચા કરતા પદાધિકારીઓ

ર૦૧૮-૧૯નાં બજેટનાં ઓડોટોરીયમમાં અંડરબ્રીજ-રેસકોર્ષમાં ફલેગ-ચિલ્ડ્રન પાર્ક સહીત ર૦ પ્રોજેકટો આ વર્ષથી જ હાથ ધરવાની કટીબધ્ધતા દર્શાવતાં મેયર-સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન

રાજકોટ તા.૪ : મ્યુ.કોર્પોરેશનના વર્ષ ર૦૧૮-૧૯ ના બજેટમાં સમાવીષ્ટ ર૦ જેટલા પ્રોજેકટોને ચાલુ વર્ષેજ હાથ ધરવાની કટીબધ્ધતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય ત્થા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે વ્યકત કરી અને બજેટની રિવ્યુ બેઠક યોજી અને મ્યુ.કમિશનર સહીતના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી

આ અંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાય ત્થા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન  પુષ્કર પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે ''વર્ષ ર૦૧૮-૧૯''ના બજેટમાં વોર્ડ નં.૧૭માં ઓડિટોરિયમ બનાવવા રેસકોર્ષ ચિલ્ડ્રન પાર્કબનાવવા, ત્થા સ્પોર્ટનો સૌથી ઉંચો ફલેગ મુકવા ૩ ના પાર્ટીપ્લોટ વિકસાવવ, કાલાવ રોડ અંડરબ્રીજ માટે ટેન્ડરો પ્રસિધ્ધ કરવા, વાવડી વિસ્તારમાં બગીચાઓ બનાવવા , મહીલાઓ માટે ખાસ યુરિનલ  તેમજ પરાબજાર-દાણાપીઠના વોંકળામાં સ્લેબ ભરીને નવો રોડ બનાવવા સહીતના ર૦ જેટલા પ્રોજકેટોને આ વર્ષથી હાથ ઉપર લઇને શરૂ કરી દેવા અધિકારીઓને જરૂરી સુચનાઓ અપાઇ હતી.

ઉપરોકત રિવ્યુ મીટીંગમાં મ્યુ. કમિશનર બંછાનિધીપાની, ડે.કમીશનર ચેતન નંદાણી, સીટી ઇજનેરો ચિરાગ પંડયા, મહેન્દ્રસિંહ કામલિયા, વસંતભાઇ રાજયગુરૂ, શ્રી ગોહીલ, શ્રી દોઢીયા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જે તમામને ઉપરોકત પ્રોજેકટો શરૂ કરવા માટે કન્સલટન્ટ નિયંત્રક ટેન્ડરો પ્રસિધ્ધ કરવા સહીતની સુચનાઓ આપવામાં આવી હતી.(૬.ર૪)

(3:42 pm IST)