Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

કાલે વિશ્વ પર્યાવરણ દિવસથી ક્રાંતિકારી નિર્ણયની થશે અમલવારીઃ પાણીના પાઉચનું વેચાણ કે ઉપયોગ કરી નહીં શકાયઃ જાહેરનામુ

કાલથી રાજકોટમાં પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ

૪૮ રાજમાર્ગો - જાહેર બગીચાઓ - સરકારી કચેરીઓમાં પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ : આવતીકાલથી પાણીના પાઉચ સંદર્ભે ચેકીંગ ઝુંબેશ : પાઉચ વેચનારા સામે ફોજદારી કાર્યવાહી સહિતના કડક પગલા : પ્લાસ્ટીક પાઉચનો ઉપયોગ ટાળવા બંછાનિધી પાનીની અપીલ

રાજકોટ તા. ૪ :.. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસથી રાજકોટ શહેરમાં પાણીનાં પાઉચનાં વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતાં જાહેરનામાનાં ક્રાંતિકારી  નિર્ણયની અમલવારી થશે. આ જાહેરનામા મુજબ શહેરનાં ૪૮ રાજમાર્ગો ત્થા જાહેર બાગ-બગીચા અને સરકારી કચેરીઓમાં પાણીનાં પાઉચનાં વેચાણ ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેર વિસ્તારમાં પાણીના પાઉચનો ઉપયોગ ખુબ જ વધારે થાય છે. જેના કારણે લોકો દ્વારા પાણીના પાઉચનો શહેરની જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ ઉપર મનસ્વી રીતે અને બેજવાબદારીથી ફેંકી દેવામાં આવે છે આ ખલી પાણીના પાઉચનો શહેરની મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં તથા પાણીની લાઇનમાં આવા ખાલી પાઉચ પાણીનાં નિકાલ માટેની ગટર લાઇનમાં ફસાઇ જઇને પાણીનો નિકાલ સ્થગિત કરી દે છે. જેથી આવી લાઇનમાં ફસાયેલ ખાલી પાઉચનો નિકાલ કરવો ઘણુ મુશ્કેલ બની જાય છે. તેમજ શહેરની સ્વચ્છતા જળવાતી નથી. જાહેર આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. અને તેના કારણે જાહેર આરોગ્ય માટે જોખમ ઉભુ થાય છે આનાથી સ્વચ્છ નાગરિક જીવનમાં ઉપદ્રવ ઉભો થાય છે. જે અટકાવવો ઘણો જ જરૂરી છે આવી પ્રવૃત્તિ અટકાવવાના હેતુસર ધી બોમ્બે પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોેરશન એકટ-૧૯૪૯ ની કલમ ૩૭૬/એ હેઠળ અમોને મળેલ સત્તાઓની રૂએ હું બંછાનિધિ પાની (આઇએએસ) મ્યુનિસિપલ કમિશ્નર રાજકોટ આથી ફરમાવું છું કે, રાજકોટ શહેરના ૪૮ જાહેર માર્ગો તથા રાજકોટ મહાનગરપાલિકાના બાગ-બગીચાઓ તથા તમામ સરકારી કચેરીઓમાં પાણીના પાઉચનું વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ જાહેરનામાનું ઉલ્લંધન કરનાર સામે ઉપરોકત કાયદાની કલમ ૩૭૬/એ હેઠળ તેમજ અન્ય જોગવાઇઓ હેઠળ પગલા લેવામાં આવશે, અને જરૂર જણાયે સીઆરપીસીની કલમ-૧૩૩ હેઠળ જાહેર ન્યુસન્સ ઉભુ કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી માટે કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ જાહેર માર્ગો ઉપર પાણીનાં પાઉચ વેંચી નહી શકાય

(૧) કુવાડવા રોડ (હોસ્પિટલ ચોક થી કેસરી હિંદ પુલ થઇ કુવાડવા રોડ જકાતનાકા સુધી),(૨) જામનગર રોડ( હોસ્પિટલ ચોક થી જામનગર રોડ જકાતનાકા સુધી, (૩) ગોંડલ રોડ (હોસ્પિટલ ચોક થી હરીહર ચોક, લીમડા ચોક, માલવીયા ચોક થઇ ગોંડલ રોડ જકાતનાકા સુધી(૪)કાલાવડ રોડ (કિશાનપરા ચોકથી મહિલા ચોક થી કોટેચા થઇ કાલાવડ રોડ જકાતનાકા સુધી), (૫) ૮૦ ફુટનો રોડ( ગોંડલ રોડથી ભકિતનગર સર્કલ, સોરઠીયાવાડી સર્કલ થઇ ભાવનગર રોડ સુધી), (૬) ભાવનગર રોડ (ડીલકસ ચોક થી આજી ડેમ સુધી), (૭) ૧૫૦ ફુટ રીંગ રોડ (આખો),(૮) રૈયા નાકા ટાવર થી જયુબેલી ચોક થઇ સદર પોલીસ ચોકીની બંને તરફ થી જતા રસ્તા ફુલછાબ ચોક થઇ, રેસકોર્ષ ચોક થઇ કિશાનપરા ચોક સુધી, (૯) પેલેસ રોડ (કોઠારીયા નાકા પોલીસથી કેનાલ રોડ સુધી),(૧૦) સોની બજાર રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ગરેડીયા કુવા રોડ, (૧૧) લાખાજીરાજ રોડ,(૧૨) ધમેન્દ્ર રોડ, (૧૩) ગરેડીયા કુેવા રોડ, (૧૪) પરા બજાર મેઇન રોડ, (૧૫) રામનાથપરા મેઇન રોડ, (૧૬) ગુજરી બજાર રોડ, (૧૭) કેનાલ રોડ(લોધાવાડ ચોકથી જીલ્લા ગાર્ડન સુધી) (૧૮) યાજ્ઞિક રોડ (રેસકોર્ષ ચોકથી માલવીયા ચોક થઇ ત્રિકોણબાગ સુધી) (૧૯) જવાહર રોડ થી લીમડા ચોક, જનસતા પ્રેસ, ભીલવાસ થઇ યાજ્ઞિક રોડ સુધીનો રસ્તો,(૨૦) રા.ના.બેન્ક ચોક થી કલેકટર ઓફીસ ચોક તથા હોસ્પિટલ ચોકથી કેસરી હિંદ પુલ ને જોડતા રસ્તા સુધી), (૨૧) જંકશન સ્ટેશનવાળો રોડ(પોપટપરા નાલા થી જંકશન પોલીસ ચોકી સુધી), (૨૨) જંકશન પ્લોટ મેઇન રોડ (જામનગર રોડ થી જંકશન પોલીસ ચોકી સુધી), (૨૩) ઢેબર રોડ (રા.ના.બેન્ક ચોકથી ત્રિકોણ બાગ, ભુતખાના ચોક,મધુરમ હોસ્પિટલ થઇ કોઠારીયા રીંગ રોડ સુધી),(૨૪) જવાહર રોડ (હોસ્પિટલ ચોકથી ત્રિકોણ બાગ સુધી) (૨૫) ટાગોર રોડ( મહિલા કોલેજ ચોકથી, એસ્ટ્રોન ચોક, વિરાણી હાઇસ્કુલથી ભકિતનગર સ્ટેશન થઇ ગોંડલ રોડ સુધી), (૨૬) પેડક રોડ( ભાવનગર રોડ થી માર્કેટ યાર્ડ સુધી), (૨૭) ગોવિંદબાગ શાક માર્કેટ રોડ( કુવાડવા રોડ થી સંત કબીર રોડ સુધી) (૨૮) સંતકબીર રોડ (ભાવનગર રોડ થી માર્કેટ યાર્ડ સુધી), (૨૯) રૈયા રોડ(કિશાનપરા ચોકથી રૈયા ગામ સુધી), (૩૦) નિર્મલા રોડ (રૈયા રોડથી કાલાવડ રોડ સુધી), (૩૧) હનુમાન મઢી ચોકથી એરપોર્ટ ફાટક સુધી જતો ૧૮-૦૦ મીટર નો ટી.પી. રોડ, (૩૨) અમીન માર્ગ(પમ્પીંગ સ્ટેશન થી ૧૫૦ ફુટ રીંગ રોડ સુધી), (૩૩) યુનિવર્સિટી રોડ (કોટેચા ચોકથી યુનિવર્સિટી સુધી), (૩૪) કોઠારીયા રોડ( સોરઠીયાવાડી ચોકથી કોઠારીયા રીંગ રોડ), (૩૫) ૮૦ ફુટ રોડ થી વાણીયાવાડી મેઇન રોડ, જલારામ ચોક, ત્રિશુલ ચોક થઇ અમરનાથ ચોક(અટીકા) સુધીનો તથા ભકિતનગર સર્કલ થી ગીતા મંદિર રોડ થઇ જલારામ ચોક સુધીનો રસ્તો. (૩૬) અટીકા ફાટકથી નારાયણનગર મેઇન રોડ દેવપરા શાક માર્કેટ સુધી. (૩૭) દેવપરા (ચબુતરા ચોકથી જંગલેશ્વર તરફ જતો ૮૦ ફુટનો ટી. પી. રોડ), (૩૮) મવડી મેઇન રોડ (ગોંડલ રોડથી ૧પ૦ ફુટ રીંગ રોડ થઇ ગામમાં થઇ જકાત નાકા સુધી તથા બાયપાસ રપ-૦૦ મીટરનો ટી. પી. રોડ થઇ જકાત નાકા સુધી.), (૩૯) નાના મવા મેઇન રોડ (લક્ષ્મીનગર નાલાથી ૧પ૦ ફુટ રીંગ રોડ થઇ. શાસ્ત્રીનગર, ગોલ રેસીડેન્સી થઇ ૮૦ ફુટના ટી. પી. રસ્તા સુધીનો રસ્તો), (૪૦) ગુંદાવાડી મેઇન રોડ, (૪૧) કેવડાવાડી મેઇન રોડ, (૪ર) લક્ષ્મીવાડી મેઇન રોડ, (૪૩) મીલપરા મેઇન રોડ, (૪૪) દૂધસાગર માર્ગ (રામનાથપરા પોલીસ ચોકીથી), (૪પ) નંદા હોલથી હરી ધવા માર્ગ, (૪૬) મેહુલનગર મેઇન રોડ, (૪૭) રેસકોર્સ રીંગ રોડ તથા રેસકોર્ષ અંદરનો એરીયા. (૪૮) રેલ્વે જંકશન તથા ભકિતનગર રેલ્વે સ્ટેશન તથા એસ. ટી. આજુબાજુનો વિસ્તાર.

(2:59 pm IST)