Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ત્રિવેણીનગરમાં હિતેષ વાંજા પર પડોશી દંપતિનો હુમલોઃ નાક પર ધોકો ફટકાર્યો

રજપૂત યુવાને પોતાની માતા સાથે ઝઘડો કરવાની પડોશી મહિલાને ના પાડતાં ડખ્ખો થયો

રાજકોટ તા. ૨૫: ગુરૂપ્રસાદ ચોક દોશી હોસ્પિટલ પાસે ત્રિવેણીનગર-૩માં રહેતાં હિતેષ કાનજીભાઇ વાંજા (ઉ.૩૧) નામના રિક્ષાચાલક રજપૂત યુવાનને પડોશમાં જ રહેતાં સંજય પાઉં અને તેના પત્નિ ગીતાબેન પાઉંએ ગાળોદઇ ઢીકા-પાટુનો માર મારી ધોકાથી નાક પર ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢક અને કલ્પેશભાઇએ હિતેષ વાંજાની ફરિયાદ પરથી પડોશી માતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે. હિતેષના કહેવા મુજબ તેના માતા નયનાબેન (ઉ.૫૫) સાથે પડોશી ગીતાબેન અવાર-નવાર નાની નાની વાતે ઝઘડા કરે છે. આ કારણે પોતે ગીતાબેનને સમજાવવા જતાં તે ઉશ્કેરાઇ ગયા હતાં અને શર્ટ પકડી ફળીયામાં ખેંચી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ તેના પતિ સંજયએ ઘરમાંથી ધોકા સાથે ધસી આવી નાક પર ફટકારી દેતાં પોતાને ઇજા થઇ હતી.

(12:47 pm IST)