Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

આરોગ્ય વિભાગની તાકીદ

અખાદ્ય (ઈન્ડસ્ટ્રીયલ) બરફ બ્લુરંગનો બનાવવો ફરજીયાત

ખાદ્ય બરફનું બેકટરોલોજીકલ સર્ટી. ફરજીયાતઃ બરફ દ્વારા ફેલાતા ટાઈફોઈડ, કોલેરા, મરડો, ઝાડા-ઉલ્ટીનો રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગનું માર્ગદર્શન

રાજકોટ, તા. ૧૬ : ઉનાળાની ઋતુ દરમ્યાન ઠંડાપીણા, બરફનો ઉપયોગ વધારે થાય છે. પરિણામે બિનઆરોગ્યપ્રદ તથા જંતુમુકત કર્યા વિનાના પાણીનો બરફ બનાવવામાં ઉપયોગ કરવાથી પાણીજન્ય રોગચાળો જેવા કે કમળો, ટાઇફોઇડ, કોલેરા, મરડો, ઝાલા-ઉલ્ટી વિગેરે થઇ શકે છે. આ રોગચાળો અટકાવવા અખાદ્ય બરફને બ્લુરંગનો બનાવવા અને ખાદ્ય બરફનુ બેકટેરીઓલોજીકલ સર્ટી રાખવા બરફના ધંધાર્થીઓને આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

આ અંગે મુકત કોર્પોરેશનના આરોગ્ય આદ્યકારી ડો. પી.પી. રાઠોડના જણાવ્યા પ્રમાણે લોક દ્વારા પીવાના પાણી, ઠંડાપીણા, મીઠાઇ, રસ અન્ય ખાદ્ય સામગ્રીમાં બરફનો સીધો ઉપયોગ કરે છે જે ઉપયોગનું પ્રમાણ સામાન્ય રીતે ઉનાળામાં વધે છે. ૯પ ટકા બરફનો ઉપયોગ આઇસ ફેકટરીના બરફનોથી થાય છે. પરિણામે લોકને આરોગ્યપ્રદ બરફ મળી રહે તે માટે ભારત સરકાર એફ.એસ.એસ.આઇ. અન્વયે નોટીફીકેશન અન્વયે અને અખાદ્ય બરફ વિશે નિયમો બહાર પાડેલ છે. જેમાં લોકોને આઇસ ફેકટરી વાળા ખાદ્ય કે અખાદ્ય તરફ બનાવતા હોવા અંગેની જાણકારી હોતી નથી. અખાદ્ય તરફ કે જે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે છે તેની લોકો જાતે નક્કી કરી શકે તે માટે દરેક આઇસ ફેકટરીવાળાઓએ અખાદ્ય તરફ બ્લુ રંગનો કરી વેંચવાનો રહેશે. આમા ઇન્ડીગો કાર્મીન અથવા બ્રીલીયન્ટ બ્લુ ૧૦ પી.પી.એમ. સુધી કરવાનો રહેશે.

ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ થતા બરફના પાણીના સ્ત્રોતનું પંદર દિવસે બેકટેરીઓલોજીકલ તથા કેમીકલ પરિક્ષણ કરાવી સ્થળ ઉપર રીપોર્ટ રાખવાનો રહેશે.

બફર બનાવવા માટેના પાણીનું યોગ્ય પદ્ધતિથી જંતુમુકત કરવાનું રહેશે.

બરફ બનાવવા માટેના કન્ટેઇનરો (પાત્રો કાટ રહિત ફરજીયાતપણે રાખવાના રહેશે.

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક અન્વયે દરેક આઇસ ફેકટરીના ધંધાથી?અની ઉપરોકત નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)
  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ :કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે,બી,કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST

  • દિલ્હીમાં તોફાની પવન સાથે વરસાદની આગાહીઃ ગઇરાત્રે તુટી પડેલઃ ૧ મોતઃ ૧૩ ઘાયલ : આજે વ્હોમ સવારે ૩ વાગે દિલ્હી- એનસીઆરમાં જોરદાર પવન સાથે વરસાદની હવામાન ખાતાની આગાહીઃ કાલે મોડી રાત્રે રાજધાનીમાં જોરદાર વાવાઝોડા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડેલઃ ૧ યુવકનું મોત થયું છે અને ૧૩ ઘવાયા છે access_time 4:09 pm IST

  • વારાણસીમાં નવનિર્માણાધીન ફ્લાઇઓવરનો એક ભાગ તૂટી પડ્યો :દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 થયો : 30થી વધુ ઘાયલ : 50 લોકો દબાયાની આશંકા :કેટલાક ગાડીઓ પણ તેમાં દબાયેલી છે.: કેન્ટ રેલવે સ્ટેશનની નજીક દુર્ઘટનામાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડી દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ :મુખ્યમંત્રી યોગીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 5 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખનું વળતરની જાહેરાત કરી. access_time 1:02 am IST