Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સી.એ. ઇન્સ્ટીટયુટ દ્વારા ફેમા વિષે વર્કશોપ

 ધ ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડીયા દ્વારા તાજતેરમાં 'ફેમા' વિષે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરાના સી.એ. યશ ભટ્ટ, મુંબઇના સી.એ. ચેતન શાહ, અમદાવાદના સી.એ. હિરેન શાહે મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહી ઇ.સી.બી., વિદેશી સીધા રોકાણ, ફેમાની જોગવાઇઓ, ટેકસની બાબતના રોકાણ વગેરે મુદ્દે છણાવટ કરી હતી. વર્કશોપમાં ૫૦ થી વધુ સી.એ. મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વર્કશોપને સફળ બનાવવા રાજકોટ બ્રાન્ચના ચેરમેન સી.એ. અંકિત ચોટલીયા, સેક્રેટરી ટ્રેઝરર સી.એ. હાર્દીક વ્યાસ અને સી.એ. શરદ અનાડા (પૂર્વ ચેરમેન) એ જહેમત ઉઠાવી હતી.

(4:17 pm IST)