Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કાર્પેટ વેરાની ૭૫૮૯ વાંધા અરજીઓ સામે માત્ર ૧૫૫૮ નો નિકાલઃતંત્ર ઢીલુ ઢફઃ કોંગ્રેસ

મિલ્કત વેરાના ૪.૫૦ લાખ પૈકી ૧ લાખ જ બિલ મોકલાવાયાઃ અતુલ રાજાણી, દિલીપ આસવાણી

રાજકોટ તા.૧૬: મ્યુ.કોર્પોરેશન દ્વારા મિલ્કત વેરાના ૪ાા લાખ બિલો ડિસ્પેચ કરાયા છે તેવો દાવો પોકળ હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી અનેદિલીપ આસવાણી એ કર્યો છે.

અતુલ રાજાણી અને દિલીપ આસવાણી એ આ અંગે જણાવ્યું છેકે હજુ ૧ લાખ મહાનગરપાલિકામાં ધુળ ખાય છે. અને જે ૩.૫ લાખ રવાના કરાયા છે તેમાંથી ૨.૫ લાખ પોસ્ટમાં ધુળ ખાય છે ફકત ૧ લાખ બિલો રવાના કરાયા જેમાંથી હજારો આજદિન સુધી મળેલ નથી. મનપા ૧૨ મહિને પણ બિલો પહોંચાડવામાં નિષ્ફળ નિવડયું હોવાનો આક્ષેપ કર્યો છે.

વધુમા લોકો બિલો ભરવા સામે ચાલીને  રોકડા રૂા લઇને ભરવા આવે પરંતુ હજારો નાગરિકોના બિલો લીંકઅપના અભાવે જનરેટ નથી થયા હોતા.

ટેક્ષની વાંધા અરજીઓમાં આજની તારીખે સેન્ટ્રલ ઝોનમાં કુલ ૨૭૨૫ માંથી ફકત ૨૯૨ નિકાલ થયો આજ રીતે ઇસ્ટ ઝોનમાં ૨૦૫૯ માંથી ફકત ૪૬૦ અને વેસ્ટઝોનમાં ૨૮૦૫ માંથી ૮૦૬ અરજીઓ નિકાલ થતાં ત્રણેય ઝોનમાંથી કુલ ૭૫૮૯ અરજીઓમાંથી ફકત ૧૫૫૮ નિકાલ કરાયો છે અને અધિકારીઓ પદાધિકારીઓ સીંગાપોર જતા રહયા અને ગુરૂ ગયા ગોકુળ પાછળથી થઇ મોકાણની જેમ તંત્ર શિથિલ બની ગયાના આક્ષેપ કોંગી કોર્પોરેટ અતુલ રાજાણી દિલીપ આસવાણીએ કર્યો છે.

(4:14 pm IST)