Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ત્રણેય નેપાળી ચોરે સુરતમાં મોજથી ફિલ્મો નિહાળી

નેપાળ જવાની ગોઠવણ માટે રેલવે સ્ટેશન જઇ મોબાઇલ ચાલુ કરતા જ આવ્યા પોલીસના 'રડારમાં'

રાજકોટ તા. ૧૬ :.    જામનગર રોડ પર પરાપીપળીયા ગામના પાટીયા સામે આવેલી હોટલ ગ્રીન લીફ એન્ડ વોટર પાર્કમાંથી રૂ. ૪પ લાખની ચોરી કરવાના પ્રકરણમાં પકડાયેલા નેપાળના માલાખેતી ગામનો હાલ રાજકોટ પરાપીપળીયા ગ્રીન લીફ હોટલમાં રહેતો બાજી ઉર્ફે વિરાજ લક્ષ્મણ બીકે (ઉ.ર૪) (નેપાળી), નેપાળના ઘાટગાંવનો દિનેશ આનંદ બીસ્તી (ઉ.રપ) અને માલાખેતી ગામનો સંતોષ કરણ ભટ્ટરાય (ઉ.૩૬) ને ક્રાઇમ બ્રાંચે પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્યા હતાં. આ બનાવમાં ડી. સ્ટાફના પીએસઆઇ બી. જે. કડછા, રાઇટર રાજૂભાઇ મીયાત્રા, હરેશભાઇ, ધર્મેન્દ્રસિંહ અને રવિરાજસિંહ સહિતે તપાસ આદરી છે. પકડાયેલા ત્રણેય નેપાળી શખ્સો હોટલમાંથી  મ્પલાખની ચોરી કર્યા બાદ બાજી ઉર્ફે વિરાજ, દિનેશ અને સંતોષ માધાપર ચોકડી પાસેથી  ભાડેથી કાર બાંધી અમદાવાદ બાદ સુરત પહોંચ્યા હતાં. અને ત્યાં કપડા તથા મોબાઇલની ખરીદી કરી અને ત્રણેયે થીયેટરમાં ફિલ્મ પણ જોયુ હતું. બીજા દિવસે નેપાળ જવા માટે સુરત રેલ્વે સ્ટેશન પર પહોંચી મોબાઇલ ફોન ચાલુ કરતા પોલીસની ઝપટે ચડી ગયા હતા આ અંગે ત્રણેયને પાંચ દિવસની રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

(4:12 pm IST)