Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સફળતાની કોઇ ફોરમ્યુલા ન હોય, બનાવવી પડે : ચેતન ભોજાણી

કેએસપીસી અને ઇન્ડિયન રેયોનના સહયોગથી યોજાય ગયેલ રસપ્રદ વાર્તાલાપ

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રઝ યુનિટ ઇન્ડીયન રેયોન વેરાવળના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે કોર્પોરેટ ટ્રેનર અને વેલ્યુ કન્સલ્ટન્ટસ રાજકોટના ફાઉન્ડર અને સીઇઓ ચેતન ભોજાણીનો 'વુકા વર્લ્ડ' વિષય પર માર્ગદર્શક વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ ડી. જી. પંચમીયાએ કાર્યક્રમની માહીતી આપેલ અને ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન બી. એસ. માનેએ મુખ્ય વકતાનો પરિચય રજુ કરેલ. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવે તથા માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાએ વકતા ચેતન ભોજાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ. મુખ્ય વકતા ચેતન ભોજાણીએ માહીતી આપતા જણાવેલ કે વુકા એટલે વોલેટીલીટી (ક્ષણીકતા), અનસર્ટેનીટી (અનિશ્ચિતતા), કોમ્પ્લેકસીટી (જટીલતા), એમ્બીગ્યુટી (અસ્પષ્ટતા). જે આજના વ્યવસાયનો અભિન્ન અંગ છે. વુકા વર્લ્ડ એ વૈશ્વિક સ્તરે ઉપયોગમાં આવતુ પરીબળ છે. માર્કેટમાં રોજ નવી ટેકનોલોજી ઉમેરાતી જાય તેને અપનાવવી જ પડે. વુકા વલ્ડર્મામાં સારી પરિસ્થિતીની રાહ જોયા વગર કદમ મિલાવવામાં જ ફાયદો રહે. સફળતાની કોઇ ફોર્મ્યુલા હોતી નથી તેને બનાવવી પડે છે. તેમ ચેતન ભોજાણીએ જણાવ્યુ હતુ. કાર્યક્રમની કાઉન્સીલ ગવર્નીંગ બોડીના સભ્યો હિરાભાઇ માણેક, ડો. હિતેશ શુકલ, અન્ય સભ્યો મનસુખલાલ જાગાણી, હસમુખભાઇ જરીયા, હરિભાઇ પરમાર, એચ. જે. ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ ડેરી, વડાલીયા ફુડ, માહી ડેરી, જી.એન. અલ્ટેક,   વિવિધ ઉદ્યોગોના અધિકારીઓ તેમજ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના કો-ચેરમેન દિપકભાઇ સચદેએ કરેલ. સમગ્ર વ્યવસ્થા આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ.

(4:18 pm IST)