Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રાજકોટમાં ૪૨ ડિગ્રી : ૧૬ થી ૨૦ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે : સાંજ સુધીમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી જવાની સંભાવના

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ લોપ્રેસર મજબૂત બની વેલમાર્ક લોપ્રેસરમાં પરિવર્તિત થયુ છે હાલ સિસ્ટમ્સ ૧૨.૮૩ નોર્થ, ૫૨.૧૧ ઉપર કેન્દ્રીત છે જે આગામી ૨૪ કલાકમાં મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. સિસ્ટમ્સ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. ૨૪ કલાકમાં ગલ્ફ ઓફ એડનમાં પ્રવેશ કરશે. બાદ આ સિસ્ટમ્સ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જો કે આ સિસ્ટમ્સ ભારતને અસરકર્તા નથી. હાલ અરબીસમુદ્રમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ.મી.ની ઉંચાઈએ ૬.૨૩ નોર્થ, ૭૪.૬૮ ઈસ્ટ ઉપર છવાયેલ છે જે તા.૨૦,૨૧ મે આસપાસ મજબૂત થવાની શકયતા છે.

(3:20 pm IST)