Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભા, પંદરેક પ્રશ્નો રદઃ ગરમાગરમીના એંધાણ

પ્રમુખ માટે છેલ્લી અને નવા ડી.ડી.ઓ. માટે પહેલી બોર્ડ બેઠક

રાજકોટ, તા., ૧૬: જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલે સવારે ૧૧.૩૦ વાગ્યે પ્રમુખ નિલેષ વિરાણીની અધ્યક્ષતામાં મળશે. પ્રમુખની મુદતની પુરી થતા પુર્વેની પ્રશ્નોતરી સાથેની આ અંતિમ સામાન્ય સભા છે. નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે અનિલકુમાર રાણાવાસીયાએ ચાર્જ સંભાળ્યા  પછીની પ્રથમ સામાન્ય સભા છે. તેમણે અધિકારીઓને પ્રશ્નોને લગતી પુરતી માહીતી સાથે સામાન્ય સભામાં આપવા સૂચના આપી છે.

સામાન્ય સભામાં  સભ્યોએ કુલ પ૬ પ્રશ્નો રજુ કર્યા છે જેના જવાબ માટે વહીવટી તંત્રમાં બેઠકોનો દોર ચાલી રહયો છે. કુલ પ૬ પૈકી ૧૦ થી ૧પ પ્રશ્નો નિયમ મુજબના ન હોવાથી રદ થવા પાત્ર ગણાય છે. ભુતકાળમાં મોટાભાગની સામાન્ય સભાઓમાં સભ્યોએ પડતર પ્રશ્નો બાબતે અધિકારીઓ પર તડાપીટ બોલાવી છે. આવતીકાલે તેનું પુનરાવર્તન થવાની શકયતા નકારાતી નથી.

(2:19 pm IST)