Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વિશ્વકર્મા સોસાયટી એપાર્ટમેન્ટના ફલેટમાં દરોડોઃ જુગાર રમતા ત્રણ પકડાયા

ફલેટ માલીક કીરીટ દલસાણીયા, કિશોર વાધવાણી કિરીટ તાલરીયાની ધરપકડ

રાજકોટ તા.૧૬: સાધુવાસવાણી રોડ વિશ્વકર્મા સોસાયટીમાં કેવલધામ એપાર્ટમેન્ટમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પી આઇ ચંદ્રવાડીયાની સૂચનાથી ડીસ્ટાફના પીએસઆઇ બી.જે.કડછા, હેડ કોન્સ.અમનભાઇ, હરેશભાઇ,રવિરાજસિંહ તથા ધર્મેન્દ્રસિંહ, સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે રવિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે સાધુવાસવાણી રોડ પર વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૩માં આવેલ કેવલધામ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ નં.૩૦૧માં દરોડો પાડી ફલેટ માલીક કીરીટ મગનલાલ દલસાણીયા (ઉ.વ.૫૨), હસનવાડીના કીશોર દલખતરામ વાધવાણી (ઉ.વ.૬૧) અને ઉપલેટાના કીરીટ મુળજીભાઇ તાલરીયા (ઉ.વ.૫૮)ને જુગાર રમતા ઝડપી લઇ રૂ.૬૫ હજારની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:18 pm IST)